સંસ્થા સમાચાર (અંક 01 નવેમ્બર 2025)
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• શ્રી જય જલારામ સત્સંગ મંડળ - ઇસ્ટ લંડન દ્વારા જલારામ જયંતી પ્રસંગે તા. 2 નવેમ્બરના રોજ સ્વાગતમ્ (બપોરે 12.00થી 1.00), સુરેશભાઇ સોલંકી અને ઘનશ્યામ મંડળના ભજન-કીર્તન (બપોરે 1.00થી સાંજે 6.00) અને થાળ-આરતી-પ્રસાદ (સાંજે 6.00થી 7.00). સ્થળઃ રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, 231 પ્લાશેટ રોડ, અપ્ટન પાર્ક, લંડન - E13 0QU. વધુ માહિતી માટે સંપર્કઃ હિમેશભાઇ પટેલ - ફોનઃ 07909 527978
• બાલમ મંદિર (રાધાકૃષ્ણ મંદિર - શ્યામ આશ્રમ - શ્રીનાથજી હવેલી) - લંડન ખાતે તા. 2 નવેમ્બરે તુલસી વિવાહ, રાધાકૃષ્ણ વિવાહ (12.30થી સાંજે 4.00) અને મહાપ્રસાદ. સ્થળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન - SW12 9AL વધુ માહિતી માટે સંપર્કઃ દેવયાનીબહેન - 07929165395
• એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-લંડન દ્વારા તા. 2 નવેમ્બરે (સાંજે 7.00થી 8.30) જીવનપ્રાણ અબજીબાપાશ્રીની ઉજવણી. સ્થળઃ 6 બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, ક્વીન્સબરી - NW9 9RL. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 07430712345
• શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર - યુકે દ્વારા તા. 9 નવેમ્બર (સાંજે 4.30 વાગ્યાથી)ના રોજ પૂ. ભક્તિવેદાંતદાસજી સ્વામી તેમજ એસજીવીપી-અમદાવાદના સંતોના સાંનિધ્યમાં શાકોત્સવ ઉજવાશે. સ્થળઃ એસકેએલપીસી સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6RE. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ wwwssgp.org
• ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ) ખાતે દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’ અંતર્ગત મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન અને પ્રસાદ. મંદિરમાં દર્શન/મુલાકાતનો સમયઃ સોમવારથી શનિવાર સવારે 10.00થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.30 - રવિવાર અને બેન્ક હોલિડે સવારે 10.00થી સાંજે 7.30.
• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે દર સપ્તાહે સત્સંગ સભા, યોગ શિબિર, વડીલ સભા સહિતના અનેક કાર્યક્રમ યોજાય છે. રવિવાર સત્સંગ - સાંજે 6.00થી 7.15 (મુખ્ય મંદિર), મહિલા સત્સંગ - દર મંગળવારે બપોરે 12.30થી 2.00 (શિવાજી હોલ), યોગ શિબિર - દર બુધવારે સાંજે 7.30થી 8.30 (શિવાજી હોલ), વડીલ સભા - દર ગુરુવારે સવારે 11.00થી બપોરે 1.30 (કોમ્યુનિટી હોલ), લલિતા સહસ્રનામ સ્તોત્રમ્ - દર શુક્રવારે સાંજે 6.30થી 7.15 (મુખ્ય મંદિર), કુંગ ફુ - દર શુક્રવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ). મંદિરમાં દર્શનનો સમયઃ સવારે 8.30થી 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી 8.30 (આરતી સાંજે 7.15). વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે અને તેનો ચેરિટી નંબર 1207321 છે. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
