સંસ્થા સમાચાર (અંક 02 ઓગસ્ટ 2025)

સંસ્થા સમાચાર (અંક 02 ઓગસ્ટ 2025)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બીએપીએસ નિસડન સ્વામિનારાયણ મંદિર ખાતે 2 ઓગસ્ટના રોજ (સાંજે 4.15થી) CFIના 40 વર્ષ પ્રસંગે પૂ. કોઠારી સ્વામીની નિશ્રામાં વિશેષ સ્મૃતિ સભા તથા સુવર્ણ તુલા મહોત્સવ.

• શ્રાવણ માસમાં પૂ. ગીરીબાપુના વ્યાસપીઠ પદે શિવકથા તા. 2થી 8 ઓગસ્ટ - સનાતન હિન્દુ મંદિર (ઇલિંગ રોડ, વેમ્બલી - HA0 4TA) અને તા. 10થી 16 ઓગસ્ટ શ્રી માંધાતા સમાજ કોમ્યુનિટી (સેન્ટર ક્રોસ રોડ, કોવેન્ટ્રી - CV6 5GU). બન્ને સ્થળે કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949888226
અનુપમ મિશન ખાતે પૂ. ગુરુહરી સંત ભગવંત સાહેબજીની નિશ્રામાં સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવની ઉજવણી તા. 13થી 17 ઓગસ્ટ. આ પ્રસંગે સર્વોપરી ઉપાસના સભા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂ. અશ્વિનદાદા જીવન મહાત્મ્ય દર્શન, પૂ. શાંતિદાદા જીવન મહાત્મ્ય દર્શન, મંદિરજી દશાબ્દી મહોત્સવ મહાયજ્ઞ, કીર્તન સંધ્યા, ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને ધ્વજ વંદન, શ્રી ઠાકોરજીના 10મા પાટોત્સવની ઉજવણી, પાટોત્સવ સભા, ગુરુ મહિમા સભા, પૂ. હિંમતસ્વામી પ્રાગટ્યદિન ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાયા છે. સમગ્ર આયોજન દરમિયાન મહાપ્રસાદ વિતરણ. સ્થળઃ ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્સબ્રીજ - UB9 4NA
જ્ઞાન-ધ્યાન-રાજયોગ મેડિટેશનનો ઓનલાઇન કાર્યક્રમ ગુજરાતીમાં. તા. 2થી 8 ઓગસ્ટ દરરોજ એક સત્ર (સાંજે 6.30થી 8.00) ઝૂમ આઇડીઃ 974 1344 1967 - પાસ કોડઃ 815705. વધુ માહિતી માટે સંપર્કઃ સુરેન્દ્રભાઇ - ફોનઃ 020 8471 0083
આદ્યશક્તિ માતાજી મંદિરે તા. 3 ઓગસ્ટ (બપોરે 3.00) ભજન અને બાદમાં આરતી તથા મહાપ્રસાદ. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોઅલે, અક્સબ્રીજ, મિડલસેક્સ UB8 2D
ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ સમારોહ પ્રસંગે તા. 23થી 29 ઓગસ્ટ (દરરોજ સાંજે 4.00થી 7.30) આચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથા. મહાપ્રસાદ દરરોજ સાંજે 7.00થી 9.00. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન, લેન્કેશાયર PR1 8JN
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.

સંસ્થા સમાચાર (અંક 02 ઓગસ્ટ 2025)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.