સંસ્થા સમાચાર (અંક 04 એપ્રિલ 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હનુમાન જયંતીની ઉજવણી
• GHS (ગુજરાત હિન્દુ સોસાયટી) પ્રેસ્ટન મંદિરે હનુમાન જયંતીના શુભ અવસરે 4 એપ્રિલના રોજ 108 હનુમાન ચાલીસા પાઠ. સવારે 9.30 નિત્ય આરતી, હનુમાનજી પૂજન 10.00, હનુમાન ચાલીસા પ્રારંભ 10.30, હનુમાનજીની આરતી સાંજે 5.00. બપોરે 1.00થી 2.00 ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આ ઉપરાંત 19 એપ્રિલના રોજ ભજન ભોજન કાર્યક્રમ યોજાયો છે. નિત્ય આરતી સવારે 9.30, બાળકોના ભજન 11.00થી 12.30, રાજભોગ આરતી 12.30થી 1.00, ભોજન-પ્રસાદી 1.00થી 2.00 અને બહેનોના ભજન 2.00થી 3.00. ભજન ભોજનના આ કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા સુંદર ભજન - ધુન રજૂ થતા હોય છે. પરિવાર-મિત્રો-બાળકો સાથે પધારવા સહુને આમંત્રણ છે. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન - PR1 8JN. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 01772 253901
• બલ્હામ મંદિરે 2 એપ્રિલના રોજ (બપોરે 1.00થી 4.00) હનુમાન જયંતી પર્વે સુંદરકાંડ પાઠ અને આરતી. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ વિતરણ. વધુ માહિતી માટે સંપર્કઃ પલવીબહેન - 07920050251 અથવા દેવયાનીબહેન - 07929165395. સ્થળઃ 33 બલ્હામ હાઇ રોડ, લંડન - SW12 9AL
• ધર્મજ સોસાયટી ઓફ લંડન - DHASOL વાર્ષિક જનરલ મિટીંગ 2 એપ્રિલ (રાત્રે 8.00થી 10.00) માત્ર પેઇડ લાઇફ મેમ્બર્સ જ બેઠકમાં હાજરી આપી શકશે અને કમિટી માટે ચૂંટણી લડી શકશે. એજીએમનું સ્થળઃ કોન્ફરન્સ હોલ, સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS. વધુ માહિતી માટે સંપર્કઃ 0208 668 9468
• બજરંગબલી સનાતન સોસાયટી (BSS) દ્વારા 4 એપ્રિલે (બપોરે 2.00 વાગ્યાથી) હનુમાન જન્મોત્સવની ઉજવણી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજનની રમઝટમાં જોડાશે. સુંદરકાંડ પાઠનું વિશેષ મહત્વ છે, કારણ કે તેના શ્રવણ અને પઠનથી માનસિક શાંતિ મળે છે, જીવનના અવરોધો દૂર થાય છે અને હનુમાનજીની કૃપાથી મુશ્કેલીઓનો સામનો કરવાનો આત્મવિશ્વાસ વધે છે. આ પ્રસંગે હિન્દુ પૌરાણિક પુસ્તકોની સેવા અને મહાપ્રસાદનું વિતરણ કરાશે. સ્થળઃ અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર, HA7 2EQ. વધુ વિગત માટે જૂઓઃ bajrangbali.co.uk
• યુકે સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ દ્વારા 4 એપ્રિલના રોજ (બપોરે 2.00 વાગ્યાથી) ઓનલાઇન વ્યાખ્યાનઃ ‘ધીરુબહેન પટેલ: એક મોંઘેરાં માણસજણસની શબદજાતરા’ વ્યાખ્યાતાઃ ખેવના દેસાઇ. ઝૂમ આઇડીઃ 818 9829 4797. ઝૂમ ટેક્નોલોજીની મર્યાદાના કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઇ શકશે.
વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
