સંસ્થા સમાચાર (અંક 05 જુલાઇ 2025)

સંસ્થા સમાચાર (અંક 05 જુલાઇ 2025)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ જયંતી સમારોહ
‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’
નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. ‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ અંતર્ગત 9 દિવસ અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેના કેન્દ્રમાં હશે મંદિરનો ઇતિહાસ, આધ્યાત્મિક વારસો અને શાંતિ-પ્રેમનો સંદેશ.
ઉજવણીનો પ્રારંભ • તા. 5 જુલાઇના રોજ પોથીયાત્રા પ્રારંભ (બપોરે 12.00), ઉદ્ઘાટન સમારંભ તથા દીપ પ્રાગટ્ય (બપોરે 3.30), લોક ડાયરો - અનિરુદ્ધ આહિર (સાંજે 7.45) • તા. 6 બાલકેન્દ્રનો કાર્યક્રમ (બપોરે 1.45) તથા ‘મિસ્ટિક માયા’ (સાંજે 7.45) • તા. 7 નાટકઃ પવનસુત હનુમાન (સાંજે 7.45) • તા. 8 કિર્તનધારા - મારા સહજાનંદ (સાંજે 7.45) • તા. 9 સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ગોલ્ડન હાર્ટસઃ લેગસી ઓફ ડિવોશન’ તથા ‘ગોલ્ડન હાર્ટ્સઃ ડિવાઇન જર્ની’ (સાંજે 7.45) • તા. 10 મહિલા નાટકઃ ઇકોસ ઓફ સુવાસિની, ભાઇઓ માટે ભજન-આશીર્વચન (સાંજેઃ 7.45) • તા. 11 રાસોત્સવ (સાંજે 7.45) • તા. 12 મહિલા ભક્તિ ‘હરી નામઃ લેટ યોર હાર્ટ સીંગ’ (બપોરે 2.00) અને લોક ડાયરો - રાજભા તથા રાજ ગઢવી (સાંજે. 7.45) • તા. 13 જુલાઇ સમાપન સમારોહ (સવારે 11.00). આ તમામ કાર્યક્રમો સહજાનંદ સભા મંડપ (નિસ્ડન સ્ટુડિયોસ, 430 હાઇ રોડ, લંડન - NW10 2DA) ખાતે યોજાશે. કાર્યક્રમ સ્થળે દરરોજ સવારે 7.30 વાગ્યે બ્રેકફાસ્ટ અને 11.30 વાગ્યે લંચ અને સાંજે 6.30 કલાકે ડીનર.
આ પ્રસંગે દરરોજ સવારે 9.00 વાગ્યે અને સાંજે 4.00 વાગ્યે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રીમદ્ હરિસ્મૃતિ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાશે. તા. 5થી 13 જુલાઇ દરમિયાન દરરોજ સવારે 5.30થી 7.00 દરમિયાન સ્વામિનારાયણ મંદિર - વિલ્સડન ખાતે મંગળા આરતી, ધૂન, શણગાર દર્શન તથા શણગાર આરતી થશે. કાર્યક્રમની વધુ વિગતો માટે જૂઓ વેબસાઇટ WWW.SSTW.ORG.UK/50
********
• પૂ. ગીરીબાપુની શિવકથા તા. 30 જૂનથી 6 જુલાઇ લીડ્સ હિન્દુ ટેમ્પલ (36 - એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ - LS6 1RF). બન્ને કથાનો સમય - સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
શનિવાર 12 જુલાઇના રોજ સવારના ૧૧ થી ૫.૩૦ “ધ રોક્સીથ શો - સમર ૨૦૨૫”નું આયોજન રોક્સીથ ફ્રેન્ડસ ગૃપ તરફથી કરવામાં આવ્યું છે. ૧૯૭૯થી કોમ્યુનિટી અને કલ્ચરની ઉજવણી થાય છે. જેના ચેર છે ડો. માનેક પટેલ. કુટુંબના સૌ સભ્યો માટે વિવિધ પ્રકારનું મનોરંજન. બાળકો માટે આર્ટ્સ અને ક્રાફ્ટ્સ, લાઇવ બેન્ડ્સ, ચેરિટીસ અને એડવાઇઝ સર્વિસીસ વગેરે. પ્રવેશ વિના મૂલ્યે. સ્થળ: રોક્સીથ ક્રિએશન ગ્રાઉન્ડ, કિંગ્સલી રોડ, સાઉથ હેરો, HA2 8LF સંપર્ક : ડો.માનેક પટેલ: 07762 354 651

સંસ્થા સમાચાર (અંક 05 જુલાઇ 2025)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.