સંસ્થા સમાચાર (અંક 15 માર્ચ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - લંડન દ્વારા 13 માર્ચના રોજ હોળી પર્વે હોલિકા દહન અને હોલિકા પૂજન-પરિક્રમા. પ્રસાદરૂપે ધરાવવા શ્રીફળ અને ખજૂરની પણ સ્થળ પર વ્યવસ્થા છે. હોળી પ્રાગટ્ય અને આરતી - સાંજે 5.45 વાગ્યે, હોળી દર્શન-પૂજન-પરિક્રમા - સાંજે 6.00થી 8.00. ઉત્સવ સ્થળે સ્વાદિષ્ટ વાનગીના સ્ટોલની સુવિધા અને ફ્રી કાર પાર્કિંગ. સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે, 260 બ્રેન્ટફિલ્ડ રોડ, નિસ્ડન, લંડન - NW10 8HE. વધુ વિગત માટે સંપર્કઃ 020 8965 2651 / www.neasdentemple.org

• જીએચએસ (ગુજરાત હિન્દુ સોસાયટી) મંદિરે તા. 13 માર્ચ (સાંજે 6.30થી રાત્રે 8.00) હોલિકા દર્શન. તા. 14 માર્ચે ચંદ્રગ્રહણ છે, જે સવારે 5.11 કલાકે શરૂ થશે અને સવારે 6.29 કલાકે પૂરું થશે. જ્યારે વેધ (સુતક) 13 માર્ચે સાંજે 6.11 કલાકથી સવારે 6.29 સુધી રહેશે. આથી મંદિર ગુરુવાર - 13 માર્ચે સાંજે 4.00 કલાકે ખૂલશે. સાંજે 5.00 કલાકે આરતી થશે અને સાંજે 6.00 કલાકે મંદિર બંધ થશે.

• નોટિંગહામ એશિયન આર્ટ્સ કાઉન્સિલ (NAAC) અને નોટિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા 15 માર્ચના રોજ (બપોરના 12.00થી સાંજના 5.00 સુધી) રંગોના ઉત્સવ હોલી ઇન ધ પાર્કનું આયોજન થયું છે. સ્થળઃ ફોર્મલ ગાર્ડન્સ, વોલ્ટન પાર્ક.
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 24 માર્ચના રોજ (સાંજે 7.00થી રાત્રે 9.00) હોળી પૂજા. સ્થળઃ 26 ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, SW17 0RG. વધુ માહિતી માટે સંપર્કઃ જનક અમીન - 07967 013 871 / નીલમ પટેલ - 07985 156 986
• લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને એશિયન ફાઉન્ડેશન એન્ડ પ્રાણઆશાના ઉપક્રમે તા. 22 માર્ચના રોજ સવારે 10.00થી સાંજે 4.00 સ્નેહ મકનજી અને ગ્રૂપ દ્વારા 51 હનુમાન ચાલીસા પાઠ અને સાંજે 7.00 વાગ્યાથી મુંબઇના જાણીતા ગાયિકા સુપ્રિયા જોષીના બોલિવૂડના લાઇવ ગીતોનો સંગીતસભર કાર્યક્રમ યોજાયો છે. સેન્ટ લ્યૂક્સ હોસપિસ કેન્ટન - હેરના લાભાર્થે આયોજિત આ કાર્યક્રમોમાં સેન્ટ લ્યૂક્સના પેટ્રન લોર્ડ ડોલર પોપટ હાજરી આપશે. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, (બ્રેમ્બર રોડ સાઉથ હેરો - HA2 8AX) વધુ વિગત માટે સંપર્કઃ કેતનભાઇ મહેતા 07899 807 060 / વિનુભાઇ કોટેચા 07956 847 764
• ભારતીય હાઇ કમિશન દ્વારા નેહરુ સેન્ટર-લંડન ખાતે 22માર્ચથી 18 મે દરમિયાન યોગ - કથક અને ભરતનાટ્યમના વર્ગો યોજાયા છે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ - 14 માર્ચ. સ્થળઃ 8 સાઉથ ઓઉડલે સ્ટ્રીટ લંડન - W1K 1HF. વધુ વિગત માટે જૂઓઃ www.nehrucentre.org.uk

સંસ્થા સમાચાર (અંક 15 માર્ચ 2025)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.