સંસ્થા સમાચાર (અંક 16 નવેમ્બર 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• જીએચએસ મંદિરે 15 નવેમ્બરે (સાંજે 5.30થી રાત્રે 8.30) તુલસી વિવાહ. સ્થળઃ ગુજરાત હિન્દુ સોસાયટી એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સાઉથ મિડો લેન, પ્રેસ્ટન, લેન્કેશાયર - PR1 8JN
• વીએચપી હિન્દુ સેન્ટર-ઇલફર્ડ ખાતે 17 નવેમ્બરે (સાંજે 4.00થી 7.00) તુલસી વિવાહ અને 7.15 વાગ્યે આરતી યોજાશે. જ્યારે 30 નવેમ્બરે (સાંજે 6.00થી 7.15) હનુમાન પૂજા, હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી યોજાશે. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE. વધુ વિગત માટે સંપર્કઃ 020 8553 5471
• શ્રી સ્વામિનારાયણ મંદિર-સ્ટેનમોર ખાતે 14 નવેમ્બરે તુલસીવિવાહ. સાંજે 7.00 કલાકે લાલજી મહારાજ અને તુલસીબાઇ મંડપ રોપણ, મહેંદી, સેરિકો અને મહાપ્રસાદ. લગ્નસમારોહ 15 નવેમ્બરે સાંજે 7.00 વાગ્યે બાદમાં મહાપ્રસાદ. સ્થળઃ સ્ટેનમોર મંદિર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF
• ગુજરાતી સાહિત્ય અકાદમી (જીએલએ) અને હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠના ઉપક્રમે તા. 23 નવેમ્બરના બપોરે 4.00 વાગ્યાથી ઝૂમના માધ્યમથી ઓનલાઇન પ્રવચન. વિષયઃ ‘ભારેલો અગ્નિથી Smouldering Fireઃ મારી અજબ ગજબની સફર’. વક્તાઃ નુરદીન કાસમ. સંવાદઃ ભદ્રાબહેન વડગામા. ઝૂમ આઇડીઃ 851 2168 0504. વહેલો તે પહેલાના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઇ શકશે.

સંસ્થા સમાચાર (અંક 16 નવેમ્બર 2024)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.