સંસ્થા સમાચાર (અંક 18 ઓક્ટોબર 2025)

સંસ્થા સમાચાર (અંક 18 ઓક્ટોબર 2025)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન ખાતે દિપોત્સવી પર્વે તા. 20 ઓક્ટોબરના રોજ મંદિર અન્નકૂટ દર્શન (સવારે 10.00થી 7.00), શારદા પૂજન (સાંજે 5.45થી 7.15), આતશબાજી (રાત્રે 8.00થી 8.30). તા. 22 ઓક્ટોબરના રોજ મંદિર અને ભવ્ય અન્નકૂટ દર્શન (સવારે 10.00થી રાત્રે 9.00). દર અડધા કલાકે આરતી. બન્ને દિવસે મંદિરની સામેના ભાગે હોટ ફૂડ સ્ટોલ અને ગિફ્ટ શોપ (સાંજે 4.00થી રાત્રે 9.30). ખાસ નોંધ લેશો કે 21 ઓક્ટોબરે અન્નકૂટ દર્શન કે દિવાળી ઉજવણીના કોઇ કાર્યક્રમ યોજાયા નથી. સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ www.neasdentemple.org

• અનુપમ મિશન - ડેન્હામ ખાતે દિપાવલી ઉત્સવ પ્રસંગે ગુરુહરિ સંત ભગવંત સાહેબજીની નિશ્રામાં તા. 17 ઓક્ટોબરના રોજ લક્ષ્મીપૂજન - શારદાપૂજન (સાંજે 6.00 વાગ્યાથી) તથા મહાપ્રસાદ (રાત્રે 8.30 વાગ્યે). તા. 18 ઓક્ટોબરના રોજ અન્નકૂટ ઉત્સવ પ્રસંગે થાળ અને નૂતન વર્ષ આશીર્વાદ (સવારે 11.30 વાગ્યે), પ્રથમ આરતી બપોરે 1.00 વાગ્યે અને તે પછી દર અડધા કલાકે જ્યારે છેલ્લી આરતી સાંજે 5.00 વાગ્યે. સમગ્ર ઉજવણી દરમિયાન મહાપ્રસાદ પીરસાશે. સ્થળઃ ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્સબ્રિજ - UB9 4NA વધુ માહિતી માટે સંપર્કઃ 895832709

• બાલમ મંદિર (રાધાકૃષ્ણ મંદિર - શ્યામ આશ્રમ - શ્રીનાથજી હવેલી) - લંડન ખાતે દિવાળી પર્વે તા. 18 ઓક્ટોબરે ધનતેરસ (પૂજા/આરતી સવારે 7.30, બપોરે 12.00, સાંજે 7.00), 20 ઓક્ટોબરે દિવાળી પ્રસંગે હાટડી દર્શન (સાંજે 6.00થી 7.30), 22 ઓક્ટોબરે નૂતન વર્ષાભિનંદન - ગોવર્ધનપૂજા (સવારે 10.30થી 11.30), અન્નકૂટ દર્શન (બપોરે 3.00થી સાંજે 6.30) બાદમાં મહાપ્રસાદ, 23 ઓક્ટોબર ભાઇ બીજ લોટીજી ઉત્સવ (બપોરે 12.30થી 4.00), 2 નવેમ્બરે તુલસી વિવાહ (12.30થી સાંજે 7.30). સ્થળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન - SW12 9AL વધુ માહિતી માટે સંપર્કઃ દેવયાનીબહેન - 07929165395

• શ્રી જય જલારામ સત્સંગ મંડળ - ઇસ્ટ લંડન દ્વારા જલારામ જયંતી પ્રસંગે તા. 2 નવેમ્બરના રોજ સ્વાગતમ્ (બપોરે 12.00થી 1.00), સુરેશભાઇ સોલંકી અને ઘનશ્યામ મંડળના ભજન-કીર્તન (બપોરે 1.00થી સાંજે 6.00) અને થાળ-આરતી-પ્રસાદ (સાંજે 6.00થી 7.00). સ્થળઃ રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, 231 પ્લાશેટ રોડ, અપ્ટન પાર્ક, લંડન - E13 0QU. વધુ માહિતી માટે સંપર્કઃ હિમેશભાઇ પટેલ - ફોનઃ 07909 527978

• શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે દિવાળી અને નૂતન વર્ષ પ્રસંગે તા. 18 ઓક્ટોબરે ધનતેરસ, તા. 19 ઓક્ટોબરે કાળી ચૌદશે હનુમાન ચાલીસા (સવારે 10.00થી બપોરે 1.00), તા. 20 ઓક્ટોબરે દિવાળી પર્વે ચોપડા-લક્ષ્મી પૂજન (સવારે 11.00 વાગ્યે) અને તા. 22
ઓક્ટોબરે નૂતન વર્ષ મહાઆરતી (સવારે 8.00 વાગ્યે) તથા તથા અન્નકૂટ દર્શન (સવારે 7.00થી સાંજે 7.00). વધુ માહિતી માટે સંપર્કઃ મંદિર ઓફિસ - 8903 7737 અથવા મંદિરના પૂજારી ભાવિકભાઇ - 07801838511
• નવનાત વણિક એસોસિએશન-યુકે દ્વારા તા. 20 ઓક્ટોબરે (સાંજે 5.00થી 6.00) લક્ષ્મીપૂજન - ચોપડાપૂજન. પૂજાવિધિમાં સામેલ થવા રજિસ્ટ્રેશન જરૂરી. સ્થળઃ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ - UB3 1AR. વધુ માહિતી માટે સંપર્કઃ રમેશ શાહ - 07742 045 154
• એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-લંડન દ્વારા દિવાળી પર્વે તા. 20 ઓક્ટોબરે ચોપડા પૂજન (સવારે 8.30થી 10.30), 22 ઓક્ટોબરે નૂતન વર્ષારંભે અન્નકૂટ દર્શન (સવારે 9.00થી સાંજે 7.00), નૂતન વર્ષ સભા - સાંજે 5.30થી 7.00 તથા અન્નકૂટ પ્રસાદ (ભોજન) - સાંજે 7.00 વાગ્યાથી. સ્થળઃ 6 બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, ક્વીન્સબરી - NW9 9RL. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 07430712345

• ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ) ખાતે દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’ અંતર્ગત મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન અને પ્રસાદ. મંદિરમાં દર્શન/મુલાકાતનો સમયઃ સોમવારથી શનિવાર સવારે 10.00થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.30 - રવિવાર અને બેન્ક હોલિડે સવારે 10.00થી સાંજે 7.30.

• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે દર સપ્તાહે સત્સંગ સભા, યોગ શિબિર, વડીલ સભા સહિતના અનેક કાર્યક્રમ યોજાય છે. રવિવાર સત્સંગ - સાંજે 6.00થી 7.15 (મુખ્ય મંદિર), મહિલા સત્સંગ - દર મંગળવારે બપોરે 12.30થી 2.00 (શિવાજી હોલ), યોગ શિબિર - દર બુધવારે સાંજે 7.30થી 8.30 (શિવાજી હોલ), વડીલ સભા - દર ગુરુવારે સવારે 11.00થી બપોરે 1.30 (કોમ્યુનિટી હોલ), લલિતા સહસ્રનામ સ્તોત્રમ્ - દર શુક્રવારે સાંજે 6.30થી 7.15 (મુખ્ય મંદિર), કુંગ ફુ - દર શુક્રવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ). મંદિરમાં દર્શનનો સમયઃ સવારે 8.30થી 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી 8.30 (આરતી સાંજે 7.15). વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે અને તેનો ચેરિટી નંબર 1207321 છે. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471

સંસ્થા સમાચાર (અંક 18 ઓક્ટોબર 2025)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.