સંસ્થા સમાચાર (અંક 19 જુલાઇ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ગેલેક્સી શો દ્વારા નાટક ‘પરણેલાની પૂંછડી વાંકી’ નિર્માતા-દિગ્દર્શક વિપુલ ઠક્કર, કલાકારોઃ વિપુલ ઠક્કર, હેતલ ગાલા, જિનલ રાવલ અને નિરવ મશરુવાલા. તા. 17 જુલાઇ બ્લૂ રૂમ (રાત્રે 8.00), તા. 18 જુલાઇ વેલિંગબરો (રાત્રે 8.00), તા. 19 જુલાઇ (સાંજે 5.00) આલ્પર્ટન અને તા. 20 જુલાઇ (સાંજે 4.00) રાયસ્લીપ.

• સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા સંસ્કૃત ભાષા નિષ્ણાત દંપતી ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાયના માર્ગદર્શનમાં વિનામૂલ્યે સંસ્કૃત ભાષા વર્ગો - 4 વર્ષથી મોટા બાળકો અને વયસ્કો માટે તા. 18 અને 19 જુલાઇ (સમયઃ સાંજે 5.30થી 6.30) સ્થળઃ હોલ એન્ડ યર 2 ક્લાસરૂમ, સેન્ટ મેરિલ સ્કૂલ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19. વધુ માહિતી માટે સંપર્કઃ નિરવ પંડ્યા - ફોનઃ 00447793240350
• આદ્યશક્તિ માતાજી મંદિરે તા. 3 ઓગસ્ટ (બપોરે 3.00) ભજન અને બાદમાં આરતી તથા મહાપ્રસાદ. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોઅલે, અક્સબ્રીજ, મિડલસેક્સ UB8 2D
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.

સંસ્થા સમાચાર (અંક 19 જુલાઇ 2025)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.