સંસ્થા સમાચાર

• બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા હિંદીમાં યોગ સાધના કાર્યક્રમ
વિશ્વશાંતિ માટે હિંદી ભાષામાં એક કલાક યોગ સાધનાના કાર્યક્રમનું તા.૨૦.૨.૨૦૨૨ને રવિવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન ઝૂમના માધ્યમથી (Zoom meeting ID: 990 9901 2708 | Passcode: peace) બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા આયોજન કરાયું છે.

• બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા હિંદીમાં યોગ સાધના કાર્યક્રમ - વિશ્વશાંતિ માટે હિંદી ભાષામાં એક કલાક યોગ સાધનાના કાર્યક્રમનું તા.૨૦.૨.૨૦૨૨ને રવિવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન ઝૂમના માધ્યમથી (Zoom meeting ID: 990 9901 2708 | Passcode: peace) બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા આયોજન કરાયું છે.

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે સેન્ટરમાં મંદિરનો નવો સમયઃ દર્શન સવારે ૯.૩૦થી બપોરે ૧ અને સાંજે ૬થી ૮ - આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે થશે. તા. ૨૬.૨.૨૨ શનિવારે ૧૦૮ હનુમાન ચાલીસા, તા.૧.૩.૨૨ મહા શિવરાત્રિની ઉજવણી થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471

• BAPSની સિરીઝના ૧૧મા એપિસોડનું ઈન – પર્સન સ્ક્રિનિંગ - લંડન મંદિર અને તેના સર્જક વિશેની અગાઉ ન કહેવાયેલી ગાથાઓેને રજૂ કરતી ‘The First of its Kind’ સિરીઝ દુનિયાભરના લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. તેનો ૧૧મો એપિસોડ ‘Vision Fulfilled’ સમગ્ર સિરીઝમાં સૌથી મહત્ત્વનો છે. તેમાં મંદિર મહોત્સવના પ્રારંભની વાતો છે. આ ઐતિહાસિક પળને માણવા Episode 11ના સ્પેશિયલ ઈન – પર્સન સ્ક્રિનિંગનું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન (લંડન) ખાતે તા.૫ અને તા. ૬ માર્ચ ૨૦૨૨ના રોજ આયોજન કરાયું છે. ૨૬થી વધુ વર્ષ પહેલાના આ યાદગાર પ્રસંગને મોટા પડદે નિહાળવા અને અઢી કલાકના આ ખાસ એપિસોડને માણવા સૌને આમંત્રણ છે. બન્ને દિવસોએ સવારે ૧૦ થી રાત્રે ૧૧ સુધી પાંચ શો દર્શાવવામાં આવશે. શો નિહાળવા માટે બુકિંગ કરાવવું જરૂરી છે.

સંસ્થા સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.