સંસ્થા સમાચાર
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 23થી 31 મે (સ્થળઃ શ્રી માંધાતા સમાજ, કોમ્યુનિટી સેન્ટર, ક્રોસ રોડ, કોવેન્ટ્રી - CV6 5GU) જ્યારે તા. 1થી 7 જૂન (સ્થળઃ શ્રી ભારતીય મંડલ, 103 યુનિયન રોડ, એસ્ટન અંડરલાઇન - 0L6 8JN). વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ 30 અને 31 મે - સાંજે 6.00થી 8.00 તેમજ તા. 1 અને 2 જૂન સાંજે 4.00થી 6.30 સ્થળઃ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 341 લીડ્સ રોડ, બ્રેડફોર્ડ - BD3 9JY (સંપર્કઃ બલદેવ ભારદ્વાજ - 07840 150251) તેમજ તા. 7 જૂન સમયઃ બપોરે 12.00થી 4.00 સ્થળઃ સ્લોઉ હિન્દુ ટેમ્પલ, સ્લોઉ SL1 2XU (સંપર્કઃ સરલા કક્કડ - 07795 190728) કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• શ્રી વિઠ્ઠલ રુકમણી મંદિર-યુકે રજૂ કરે છે પહેલો ભવ્ય વાદ્ય મહોત્સવ 2026. તા. 6 જૂનના રોજ (સવારે 11.00થી 4.00 સાંજે) યોજનારા આ કાર્યક્રમમાં 10થી વધુ ઢોલ-તાસા ગ્રૂપના 150થી કલાકારો મહારાષ્ટ્રનું પરંપરાગત ઢોલ-તાસા સંગીત રજૂ
કરશે. સ્થળઃ વિન્ડર રેસકોર્સ, મેઇડનહેડ રોડ, વિન્ડસર, બર્કશાયર - SL4 5JJ
• વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા અધિક માસ નિમિત્તે તા. 14 જૂન સુધી દરરોજ વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રમ, પીપળ અને તુલસી મહારાણી પૂજા (સવારે), પુરુષોત્તમ ભગવાન પૂજા (સવારે), દીપ દાનમ્ (સાંજે) સહિતની વિવિધ પૂજાવિધિ. દરરોજ બપોરે 12.30થી 2.00 ડાઇનિંગ હોલમાં પ્રસાદ પીરસાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિક મહારાજ 07801 838511 / વિશાલ મહારાજ 07557 308251
• નારાયણ સેવા સંસ્થાન યુકે દ્વારા ગરીબ અને દિવ્યાંગ લોકો માટે 46મો સમૂહ લગ્ન સમારોહ તા. 6 અને 7 જૂન, સ્થળઃ ગોલ્ડન સ્ટાર બેન્કવેટ, રોહિણી ડેપો-2, સેક્ટર-12, રોહિણી, દિલ્હી. આર્થિક સહયોગ માટે સંપર્કઃ લેસ્ટર ઓફિસ, 12 મેલ્ટન રોડ, લેસ્ટર - LE4 5EA (ફોનઃ 01163 196 495). કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ નિહાળો યુટ્યુબ, ફેસબુક અને આસ્થા ચેનલ પર - તા. 7 જૂન.
• નવનાત વણિક એસોસિએશન - મુખ્ય સંસ્થાની એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) તા. 14 જૂનના રોજ યોજાશે. મિટિંગનો સમય - એજન્ડા - નોમિનેશન્સ સહિતની વિગતો હવે પછી જાહેર થશે. મિટિંગમાં માત્ર આજીવન સભ્યો અને વાર્ષિક સભ્યો જ હાજરી આપી શકશે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.navnat.com
