સમર્પણના ઉત્સવ 2025નું કાર્ડિફમાં આગમન
સમર્પણના તદ્દન નવતર સાઉથ એશિયન ડાન્સ ફેસ્ટિવલ ઉત્સવ 2025નું કાર્ડિફમાં રવિવાર 7 સપ્ટેમ્બરે પ્રીમિયર યોજાઈ રહ્યું છે. સમર્પણનો આ ઉત્સવ સૌપ્રથમ વખત સાઉથ વેલ્સની કોમ્યુનિટી સમક્ષ ક્લાસિકલ સાઉથ એશિયન ડાન્સનું પરફોર્મન્સ રજૂ કરશે.
કાર્ડિફઃ સમર્પણના તદ્દન નવતર સાઉથ એશિયન ડાન્સ ફેસ્ટિવલ ઉત્સવ 2025નું કાર્ડિફમાં રવિવાર 7 સપ્ટેમ્બરે પ્રીમિયર યોજાઈ રહ્યું છે. સમર્પણનો આ ઉત્સવ સૌપ્રથમ વખત સાઉથ વેલ્સની કોમ્યુનિટી સમક્ષ ક્લાસિકલ સાઉથ એશિયન ડાન્સનું પરફોર્મન્સ રજૂ કરશે.
આ વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ક્લાસિકલ ભારતીય કળાના કાર્યક્રમોનું સાતત્ય જણાતું નથી ત્યારે ઉત્સવ 2025નું આયોજન કાર્ડિફસ્થિત ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા કરવામાં આવ્યું છે. રોયલ વેલ્સ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામા ખાતે 9 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનાર ઉત્સવ 2025 થકી ઓડિયન્સીસ અત્યાર સુધી કદી પ્રસ્તુત કરાયા ન હોય તે રીતે સાઉથ એશિયન ડાન્સના ઊંડાણ, સમૃદ્ધિ અને ભવ્યતાને આખો દિવસ માણી શકશે.
આ નૃત્યોત્સવમાં ચાર મુખ્ય ક્લાસિકલ નૃત્યશૈલીઓ (ભરતનાટ્યમ, કથક, કૂચિપુડી, ઓડિસી) પ્રસ્તુત કરવામાં આવશે. સમર્પણના સમર્પિત વિદ્યાર્થીઓ અને આંતરરાટ્રીય ખ્યાતિપ્રાપ્ત કળાકારો પરંપરાગત મૂળિયાં અને વર્તમાનકાલીન રજૂઆતો સાથે ઈવેન્ટ કળા વિનિમયનાં પ્લેટફોર્મનું નિર્માણ કરશે અને વેલ્સના નવા ઓડિયન્સને તેની રંગત માણવા મળશે. ઉત્સવ થકી આ પ્રાચીન નૃત્યશૈલીઓની કદર વધુ ગાઢ બનાવવાની સાથોસાથ આપણને સહુને એકમેક સાથે સાંકળવા ઓળખ, વિરાસત અને કળાની શક્તિ સંદર્ભે નવી ચર્ચાઓ જગાવશે તૈમ સમર્પણના ડાયરેક્ટર્સ ડો. લીના મેનન અને ડો. સંતોષ નાયરે જણાવ્યું હતું.
