સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના નામોની જાહેરાત કરી હતી.

નવી કમિટીના સભ્યોમાં ભાનુભાઈ પંડ્યા, સી બી પટેલ, દીપક પટેલ, જી. પી. દેસાઈ, ઘનશ્યામભાઈ એમ. પટેલ, હેમેશ પટેલ, જયરાજ ભાદરણવાળા, જયંત પટેલ, કલાબેન પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, પી. જી. પટેલ, રાજેશ પટેલ અને સુલોચનાબેન સેઠીનો સમાવેશ થાય છે. જ્યારે ટ્રસ્ટીઓ તરીકે જીતેન્દ્ર પટેલ, શરદ પરીખ અને સુમંતરાય દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા.

સોસાયટીના ચેરમેન તરીકે ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.

ચૂંટાયેલી કમિટીમાંથી ચેરમેન સી બી પટેલ હોદ્દેદારોની વરણી કરશે અને સોસાયટી વધુ ગતિશીલ બને અને તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ થઈ શકે તે માટે એક્ઝિક્યુટિવ કમિટીમાં વધુ ચાર સભ્યોની પસંદગીમાં સહભાગી થશે.

વધુ માહિતી માટે સંપર્ક. કમલ રાવ 07875 229 211 email: [email protected]

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.