સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા ચેરિટી મ્યુઝિકલ નાઇટ

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શનિવાર - નવમી સપ્ટેમ્બરે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં સારવાર લઇ રહેલા બાળકોના લાભાર્થે ચેરિટી મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું. 

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શનિવાર - નવમી સપ્ટેમ્બરે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં સારવાર લઇ રહેલા બાળકોના લાભાર્થે ચેરિટી મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા GOSH ના એમ્બેસેડર હિમાની પટેલને 4000 પાઉન્ડનું દાન સુપ્રત કરાયું હતું. તેમણે હોસ્પિટલની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી તેમજ ઉમદા પ્રવૃત્તિમાં ઉદાર આર્થિક સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સરે ગુજરાતી હિંદુ સોસાયટીની કમિટીએ પણ આ સૂરિલા કાર્યક્રમમાં હાજરી આપનાર તેમજ આર્થિક યોગદાન સહુ કોઇનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સહુ કોઇએ સંગીતમય કાર્યક્રમનો તેમજ શાયોના ફૂડના સ્વાદિષ્ટ વ્યંજનની મજા માણી હતી.

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.