સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં શરદપૂનમ નિમિત્તે વિશેષ સભા

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૦ ઓક્ટોબરે શરદપૂનમ નિમિત્તે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સભા યોજાઈ હતી. ગાદી પર બિરાજમાન પૂ. મહંત સ્વામી સાધુઓ સાથે રાસ રમ્યા હતા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સભા પણ યોજાઈ હતી. તેમાં વરિષ્ઠ સંતોએ પ્રેરક પ્રવચનો કર્યા હતા.

પૂ. મહંત સ્વામીએ ઓસ્ટ્રેલિયાના ન્યૂ કાસલમાંના મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ તથા સિડની મંદિરના સ્તંભનું પૂજન કર્યું હતું. ૨૪મીએ ઠાકોરજીને ભવ્ય અન્નકૂટનું પણ આયોજન કરાયું હતું.
પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં સારંગપુર અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.