સારંગપુરમાં શ્રદ્ધા - ગુરુભક્તિનું પ્રતીકઃ પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર

સારંગપુરમાં શ્રદ્ધા - ગુરુભક્

ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. 13 ઓગસ્ટ 2016ના રોજ તેઓ અંતર્ધાન થયા. તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારા પર રહે અને મારી દૃષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય. તેમની આ ઇચ્છા પ્રમાણે જ તેઓના દિવ્ય વિગ્રહનો અંતિમસંસ્કાર વિધિ કરાયો હતો. આજે એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર આકાર લઈ ચુક્યું છે.

અમદાવાદઃ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. 13 ઓગસ્ટ 2016ના રોજ તેઓ અંતર્ધાન થયા. તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારા પર રહે અને મારી દૃષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય. તેમની આ ઇચ્છા પ્રમાણે જ તેઓના દિવ્ય વિગ્રહનો અંતિમસંસ્કાર વિધિ કરાયો હતો. આજે એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર આકાર લઈ ચુક્યું છે.
પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેઓના આ યુગકાર્યને અંજલિ આપવા તેઓના સ્મૃતિ મંદિરનું સ્થાપત્ય–સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે.
નાગર શૈલીમાં નિર્માણ
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018ના રોજ મહંત સ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્ય શૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 63 ફૂટ છે, જેમાં 7839 પથ્થરોના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટીઓ આવેલી છે. આ સ્મૃતિ મંદિરના કલામંડિત સ્તંભ, ઘુમ્મટ વગેરે ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખ સ્વામી મહારાજના સમકાલીન સંતો-ભક્તોની શિલ્પાકૃતિઓથી અલંકૃત છે.
શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા
પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીએ, 26 જાન્યુઆરીના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અક્ષરપુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સવારે સદગુરુવર્ય સંત પૂ. ભક્તિપ્રિય સ્વામી અને પૂ. ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો. આ વૈદિક મહાપૂજામાં સહભાગી થવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો હરિભક્તો પધાર્યા હતા. ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિ મંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતો. પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો તથા પ્રમુખ સ્મૃતિ મંદિરનો અનેરો મહિમા ગાયો હતો અને જણાવ્યું હતું કે, ‘અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે અને શાંતિનો અનુભવ જરૂરથી થશે. આ સ્મૃતિ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન અને પ્રાર્થના કરનારના શુભ સંકલ્પો પ પૂ. પ્રમુખસ્વામી મહારાજ પૂર્ણ કરશે.’
આ પ્રસંગે સંસ્થા દ્વારા ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવનગાથા’ નામનું નૂતન ઓડિયો પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્યથી લઈને મહંત સ્વામી મહારાજ દ્વારા તેઓનું પ્રાગટ્ય સુધીની તેઓની જીવનગાથાને સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ કાવ્યપંક્તિઓ દ્વારા ખૂબ સુંદર સંગીતમય રીતે ગૂંથી રજૂ કરવામાં આવી છે.
લંડનના ભક્તો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનું પેઇન્ટીંગ
તાજેતરમાં સંપન્ન થયેલા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર સર્વે ભક્તોએ પોતાનો ભક્તિપૂર્ણ પરિશ્રમ રજૂ કર્યો હતો. જેમાં લંડનના 150 જેટલા યુવકો અને યુવતીઓએ ભક્તિપૂર્ણ પરિશ્રમ કરી પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની એક વિશાળ ‘બબલરેપ’ પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું. આ બબલરેપમાંથી બનાવાયેલા પેઇન્ટિંગની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે નોંધ લીધી છે. જેની વિશેષતા એ છે કે 97.78 સ્ક્વેર મીટર (1052 ચોરસફૂટ)ના આ વિશાળ ચિત્રમાં 8.50 લાખ બબલમાં 320 જેટલા જુદા જુદા રંગ પૂરીને પ્રમુખ સ્વામી મહારાજની ‘બબલરેપ’ પેઈન્ટિંગ તૈયાર કરાઇ છે.
પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમ્યાન લાખો લોકોના જીવનમાં રંગ પૂરી, એમના જીવનને રમણીય બનાવ્યું હતું એવા પ્રમુખ સ્વામી મહારાજને અંજલી આપવા બનાવેલ ચિત્રની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે નોંધ લેતા તેમાં જોડાયેલા તમામને પ.પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.
 પ્રમુખ સ્વામી મહારાજ પોતાના મુખ્ય કાર્ય તરીકે ‘ભગવાન ભજવા અને ભજાવવા’ને ગણાવતા હતા. તેથી તેઓનું આ સ્મૃતિ મંદિર પણ જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દૃઢ કરવાનો સંદેશ વહાવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અનંત ઉપકારોની સ્મૃતિ સાથે તેમના ચરણે ભાવાંજલિ અર્પણ કરતું આ સ્મૃતિ સ્થાન આવનારા દિવસોમાં અસંખ્ય લોકો માટે શ્રદ્ધા અને ગુરુભક્તિનું અનોખું કેન્દ્ર બની રહેશે.

સ્મૃતિ મંદિરની વિશેષતાઓ
• સ્મૃતિ મંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 63 ફૂટ છે. • 7839 પથ્થરોના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટીઓ ધરાવતું વિશિષ્ટ મંદિર. • મકરાણાના શ્વેત સંગેમરમરના પથ્થરથી નિર્મિત નાગર શૈલી ધરાવતું મંદિર.
• મંદિરની ફરતે કંડારાયેલી સંતો-ભક્તોની મૂર્તિઓ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ સાથે સંતો-ભક્તોની સ્મૃતિ કરાવે છે.

સારંગપુરમાં શ્રદ્ધા - ગુરુભક્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.