સાળંગપુરમાં મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં યોગી જયંતી અને આમ્રોત્સવ ઉજવાયો

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ભવ્ય આમ્રોત્સવ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની 134મી જન્મ જયંતીની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.

બોટાદ: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ભવ્ય આમ્રોત્સવ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની 134મી જન્મ જયંતીની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.
ઠાકોરજીને વિવિધ પ્રકારની તાજી કેરીઓનો ક્લાત્મક અન્નકુટ અને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. મહંત સ્વામી મહારાજે ઠાકોરજીની આરતી ઉતારી હતી. આ દિવ્ય દર્શન માટે હજારો હરિભક્તો સારંગપુર ખાતે ઉમટી પડયા હતા. સાંજના સમયે યોજાયેલી વિશાળ સભામાં યોગીજી મહારાજના જીવનમૂલ્યો સેવા, સાધુતા અને સહનશીલતાને યાદ કરવામાં આવ્યા હતા. યોગીજી મહારાજના જન્મસ્થળ ધારી સહિત વિવિધ વિસ્તારોમાંથી હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સાળંગપુરમાં મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં યોગી જયંતી અને આમ્રોત્સવ ઉજવાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.