સીએ વિવેક સારાઓગીએ ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષનું પદ સંભાળ્યું

સીએ વિવેક સારાઓગીએ ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષનું પદ સંભાળ્યું

સીએ વિવેક સારાઓગી ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષની સાથોસાથ વાઈસ ચેરપર્સન મીનલ સામ્બ્રે, કમિટી એડવાઈઝર અને સેક્રેટકી કૃષ્ણ પ્રસાદ દહલ, ટ્રેઝરર તબસ્સુમ નાથાણી, પીઆરઓ નેહા ભીમરાજકા અને કમિટી મેમ્બર વીનીત જૈન વર્ષ 2024-25ની મેનેજિંગ કમિટીમાં પદભાર સંભાળશે.

લંડનઃ સીએ વિવેક સારાઓગી ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષની સાથોસાથ વાઈસ ચેરપર્સન મીનલ સામ્બ્રે, કમિટી એડવાઈઝર અને સેક્રેટરી કૃષ્ણ પ્રસાદ દહલ, ટ્રેઝરર તબસ્સુમ નાથાણી, પીઆરઓ નેહા ભીમરાજકા અને કમિટી મેમ્બર વીનીત જૈન વર્ષ 2024-25ની મેનેજિંગ કમિટીમાં પદભાર સંભાળશે.

પદભાર સંભાળ્યા પછી વિવેક સારાઓગીએ જણાવ્યું હતું કે,‘હું આ પ્રસંગે ચેપ્ટરનો પાયો મજબૂત બનાવવા માટે આપણા પૂર્વ અધ્યક્ષો પ્રતિ આભાર માનવાની તક ઝડપી લઉં છું. આપણે સંપૂર્ણ નિષ્ઠા સાથે વ્યાવસાયિક અને સામાજિક પ્રકારના ઈવેન્ટ્સ અને પ્રવૃત્તિઓનાં આયોજનનું કાર્ય હાથ ધરીશું. આ વર્ષે ચેપ્ટર માટેના આપણા વિઝનનું કેન્દ્ર ICAI UK ચેપ્ટરની બ્રાન્ડને વધારવા બાબતે રહેશે. મારી પ્રતિબદ્ધ એક્ઝિક્યુટિવ ટીમની સાથે આપણે ચેપ્ટરને સફળતાના અભૂતપૂર્વ સ્તરે પહોંચાડીશું. આપણે ચેપ્ટર અને તેના સભ્યોના શ્રેષ્ઠ હિતમાં અન્ય પ્રોફેશનલ સંસ્થાઓ સાથે આપણા સંબંધો મજબૂત બનાવવાનું કાર્ય કરીશું.

મને વિશ્વાસ છે કે આપણી એક્ઝિક્યુટિવ ટીમની તાકાત સાથે આપણે ચેપ્ટરને નવી ઊંચાઈ સુધી લઈ જઈશું. ‘ચેપ્ટર કા વિકાસ, સબ કા સાથ’નો મંત્ર સફળતા તરફની આપણી યાત્રાને સહભાગી બનાવશે.’

---------------

આગામી ઈવેન્ટ

ICAI UK દ્વારા 17 મે, 2024ના દિવસે હિલ્ટન લંડન ટાવર બ્રિજ, 5 મોર લંડન પ્લેસ, ટૂલી સ્ટ્રીટ, લંડન SE1 2BY ખાતે ‘એમ્પાવરિંગ સ્મોલ બિઝનેસીસ એન્ડ સ્ટાર્ટઅપ્સ’ ઈવેન્ટનું આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન 13 મે પહેલા કરાવવું આવશ્યક છે.

સીએ વિવેક સારાઓગીએ ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષનું પદ સંભાળ્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.