સ્લાઉ આઉટરીચ ચેરિટીને મદદ કરવા HSSના કેન્દ્રો દ્વારા વોકેથોન યોજાયું

હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા કોમ્યુનિટીના ઘરવિહોણા અને અશક્ત સભ્યોને સપોર્ટ કરતી ચેરિટી સંસ્થા સ્લાઉ આઉટરીચને મદદ કરવા રવિવાર 8 જૂને વોકેથોનનું આયોજન કરાયું હતું. સ્લાઉ અને મેઈડનહીડ કેન્દ્રોના 3થી 70 વર્ષ સુધીના આશરે વ્યક્તિઓએ અપ્ટોન કોર્ટ પાર્કથી જ્યુબિલી રીવર સુધી 6.5 કિલોમીટરના અંતરને ચાલીને કાપ્યું હતું અને 1800 પાઉન્ડથી વધુ ફંડ એકત્ર કર્યું હતું.
લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા કોમ્યુનિટીના ઘરવિહોણા અને અશક્ત સભ્યોને સપોર્ટ કરતી ચેરિટી સંસ્થા સ્લાઉ આઉટરીચને મદદ કરવા રવિવાર 8 જૂને વોકેથોનનું આયોજન કરાયું હતું. સ્લાઉ અને મેઈડનહીડ કેન્દ્રોના 3થી 70 વર્ષ સુધીના આશરે વ્યક્તિઓએ અપ્ટોન કોર્ટ પાર્કથી જ્યુબિલી રીવર સુધી 6.5 કિલોમીટરના અંતરને ચાલીને કાપ્યું હતું અને 1800 પાઉન્ડથી વધુ ફંડ એકત્ર કર્યું હતું.
HSS યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા ચેરિટીને 8 જૂને 1834.72 પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. HSS સેવાના કોઓર્ડિનેટર સરોજ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘ઘરવિહોણાં હોવાની પરિસ્થિતિ લોકો માટે ગંભીર મુશ્કેલીઓ, નિર્બળતા લાવી ગરીબાઈના વિષચક્ર તરફ દોરી જાય છે. એક કોમ્યુનિટી તરીકે જે લોકો જરૂરિયાતમંદ છે તેમના પ્રત્યે સાચી કાળજી દર્શાવવાની અને સપોર્ટ કરવાની આપણી સામૂહિક જવાબદારી બને છે.’
ચેરિટી સંસ્થા ‘સ્લાઉ આઉટરીચ’ વતી ચેક સ્વીકારતા એન્ડ્ર્યુ વિલ્સને જણાવ્યું હતું કે, ‘અમે જે કરીએ છીએ તેમાં આ નાણા મદદરૂપ બનશે. અમે દરરોજ સાંજે મફત ગરમ ભોજન પીરસીએ છીએ અને અહીં આવનારા લોકો સાથે વાતચીત પણ કરીએ છીએ. કેટલાક લોકો ઘરવિહોણા છે, કેટલાક વ્યસન અને માનસિક આરોગ્યની સમસ્યા ધરાવે છે અને કેટલાક જીવનનિર્વાહનો સંઘર્ષ કરી રહ્યા છે. અમે તેમને સલાહ આપી ઘરેલું હિંસા, હંગામી એકોમોડેશન માટે રજિસ્ટ્રેશન અથવા ડેન્ટલ કેર સહિતના સપોર્ટ માટે યોગ્ય ટીમ સાથે મેળવી આપીએ છીએ. તમારી જેવી સંસ્થાઓના સપોર્ટ વિના આ બધુ શક્ય બન્યું ન હોત.’
