સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર ખાતે ગુરુપૂર્ણિમા પર્વે પૂજન-અર્ચન
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો હતો.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ પ્રસંગે વડીલ સદગુરુ સંત, સંતવૃદ તેમજ હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપાનું પૂજન, અર્ચન, પાદ પ્રક્ષાલન અને આરતી કર્યા હતા. આ પ્રસંગે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશિર્વાદ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે વીડિયોના માધ્યમથી આશીર્વચન આપ્યા હતા. આ પાવનકારી અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હોવાનું યોગેશ્વરદાસજી સ્વામીએ જણાવ્યું હતું.
