હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વિઘ્નહર્તાના પૂજનઅર્ચનનો લાભ લીધો હતો. સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે તમામ વયના લોકોમાં ઉમંગ-ઉલ્લાસનો સંચાર કરતો આ પ્રસંગ વર્ષ - પ્રતિ વર્ષ વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે.
