‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભઃ યોગેશ મહેતા સાથે કાન્તિ નાગડાનો વાર્તાલાપ

ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા.
ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા. હેરો સ્થિત સંગત સેન્ટર ખાતે 19 ફેબ્રુઆરીએ યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન કાન્તિ નાગડા - એમબીઇએ કર્યું હતું. આ શ્રેણી અંતર્ગત એશિયન એન્ટ્રેપ્રેન્યોર્સ તેમની સકસેસ સ્ટોરી, તેમનો દૃષ્ટિકોણ, તેમની કાર્યપદ્ધતિ વગેરે અંગે રજૂઆત કરશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એશિયન વ્યાવસાયિકો અને સ્ટાર્ટઅપ સંચાલકો માટે ઉપયોગી અને પ્રેરણાદાયી નેટવર્ક ઉભું કરવાનો છે. આ કાર્યક્રમનો તસવીરો સાથેનો વિગતવાર અહેવાલ આગામી અંકમાં રજૂ થશે.
