‘મીટ ધી આર્ટિસ્ટ’ મંચ યુકે દ્વારા ડિજીટલ સિરીજ લોન્ચ

કોરોના વાઇરસ મહામારીને કારણે હાલ લોકો જ્યારે લોકડાઉનથી ઘરોમાં બંધ છે. તેવા સમયે મંચ યુકે દ્વારા ‘મીટ ધી આર્ટિસ્ટ’ શ્રેણી જાહેર કરવામાં આવી છે. 24મી એપ્રિલના ફેસબુકના માધ્યમથી એકેડમીના પૂર્વ નિયામક મિરા મિશ્રા કૌશિક અને તેમની ટીમ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દરરોજ સાંજે 6 કલાકે (યુકે સમય અનુસાર) યુકે સાઉથ એશિયન ડાન્સ સેક્ટરથી એક કલાકાર રજુઆત કરશે. 24 મે સુધી સમગ્ર મહિના સુધી મંચ યુકે દ્વારા ફેસબુકના માધ્યમથી લાઇવ સેશન પ્રસારિત કરાશે. 

લંડનઃ કોરોના વાઇરસ મહામારીને કારણે હાલ લોકો જ્યારે લોકડાઉનથી ઘરોમાં બંધ છે. તેવા સમયે મંચ યુકે દ્વારા ‘મીટ ધી આર્ટિસ્ટ’ શ્રેણી જાહેર કરવામાં આવી છે. 24મી એપ્રિલના ફેસબુકના માધ્યમથી એકેડમીના પૂર્વ નિયામક મિરા મિશ્રા કૌશિક અને તેમની ટીમ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દરરોજ સાંજે 6 કલાકે (યુકે સમય અનુસાર) યુકે સાઉથ એશિયન ડાન્સ સેક્ટરથી એક કલાકાર રજુઆત કરશે. 24 મે સુધી સમગ્ર મહિના સુધી મંચ યુકે દ્વારા ફેસબુકના માધ્યમથી લાઇવ સેશન પ્રસારિત કરાશે. કલાકારો પોતાની કળા અને કારકિર્દી સાથે સંકળાયેલી વાતો સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવશે.

આ અંગે મીરાએ જણાવ્યું હતું કે આ મહામારી કોઇ તાંડવથી કમ નથી, તાંડવ એટલે મૃત્યુનો નૃત્ય. આ નવતર પ્રયોગના માધ્મયથી અમે નૃત્ય જગત સાથે સંકળાયેલી કહાણીઓ લોકો સુધી કલાકારો દ્વારા જ પહોંચાડીશું. મીરાનાં આ પ્રયાસમાં અંબિકા મોહન કુચેરિયા, શુભલક્ષ્મી મુખરજી, સુહાની ધાનકી અને વિદ્યા પટેલ, આકાશ ઓડેદરા વગેરેનો સાથ સહકાર મળ્યો છે. વધુ જાણકારી માટે મંચ યુકે ફેસબુક પેજ પરથી માહિતી મેળવી શકાશે તેમ પણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ નવતર પ્રયોગનો હેતુ યુકેમાં રહેનારા સાઉથ એશિયન કલાકારોને જાહેર મંચ પૂરું પાડવાનો છે તથા લોકો સુધી તેમની કળા દર્શાવવાનો છે. લોકડાઉનના સમયે ઘરોમાં બંધ લોકો આ કલાકારોની રજુઆત નિહાળી શકે તથા સમય પસાર કરી શકશે તેમ પણ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

‘મીટ ધી આર્ટિસ્ટ’ મંચ યુકે દ્વારા ડિજીટલ સિરીજ લોન્ચ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.