'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ ખાતે શનિવારે બપોરે 'વડિલ સન્માન' અને 'શ્રવણ સન્માન' કાર્યક્રમ યોજાશે

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે વડિલોની સેવા કરતા સંતાનો તેમજ સ્વજનોના 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ બપોરના ૨-૩૦થી ૭ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઇલફર્ડ સાઉથના એમપી માઇક ગેપ્સ અને રેડબ્રિજ કાઉન્સિલના લીડર જશ અટવાલ ઉપસ્થિત રહેશે.

શ્રવણ સન્માન કાર્યક્રમમાં આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ માતા-પિતા અને વડિલોની ખરા દિલથી સાચા અર્થમાં શ્રવણની જેમ સેવા સુશ્રુષા કરતા દિકરાઅો, દિકરીઅો, જમાઇ અને પુત્રવધૂઅો તેમજ અન્ય સંબંધીઅોનું પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવશે. આજ કાર્યક્રમમાં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું પણ સરસ શબ્દોમાં આલેખિત સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. કાર્યક્રમનો સમય તા. ૧૯ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-00નો છે તેની ખાસ નોંધ લેવા વિનંતી. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી દર્શન ચોધા, સેક્રેટરી VHP ઇલફર્ડ, 020 8500 1041 - email [email protected] અથવા કમલ રાવ – 020 7749 4001 / 07875 229 211.

'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ ખા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.