14મી ઓગસ્ટે નવનાત સેન્ટર ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાશે

14મી ઓગસ્ટે નવનાત સેન્ટર ખાતે જ

નવનાત વણિક એસોસિએશન દ્વારા નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ Hayes UB3 1AR ખાતે 14મી ઓગસ્ટના રવિવારના રોજ સવારના 11થી રાતના 8 કલાક સુધી વાર્ષિક જનમાષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. 

નવનાત વણિક એસોસિએશન દ્વારા નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ Hayes UB3 1AR ખાતે 14મી ઓગસ્ટના રવિવારના રોજ સવારના 11થી રાતના 8 કલાક સુધી વાર્ષિક જનમાષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ અખબારો આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર છે. મેળા અંગે માહિતી આપતાં નવનાત વણિક એસોસિએશનના ટ્રેઝરર રમેશ જે શાહે જણાવ્યું હતું કે, આ મેળામાં વિનામૂલ્યે દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને મિત્રો સાથે ભાગ લઇ શકે છે. મેળાના સ્થળથી ફક્ત બે મિનિટના અંતરે વિશાળ કારપાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. મેળામાં વિવિધ વાનગીઓ અને ડ્રિંક્સ પીરસતા સ્ટોલ સહિત ફેશન અને બ્યુટી પ્રોડક્ટના આકર્ષણો રહેશે. અહીં ટ્રાવેલ એજન્ટ, શૈક્ષણિક સેવાઓ અને સોલિસિટર સેવાઓના પણ સ્ટોલ રહેશે. બાળકો માટે વિશેષ મનોરંજન આપતો કિડ્ઝ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં પેઇન્ટિંગ, બાઉન્સિંગ કેસલ અને ટી કપ સહિતની ફવફેર રાઇડ્સનો સમાવેશ કરાયો છે. આ તમામ રાઇડ્સમાં વિનામૂલ્યે આનંદ માણી શકાશે. જનમાષ્ટમીની ઉજવણી વૃંદાવનની યાદ અપાવશે. કૃષ્ણ જન્મસ નંદભાઓ, મટકી અને રાસલીલા તેમાં મુખ્ય આકર્ષણ રહેશે. સ્થાનિક કલાકારો તેમજ પ્રોફેશનલ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. વધુ માહિતી અને સ્ટોલના બુકિંગ માટે રમેશ શાહ (07742 045 154) અને હરેશ સંઘવી (07941 102 021) નો
સંપર્ક કરો.

14મી ઓગસ્ટે નવનાત સેન્ટર ખાતે જ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.