એનસીજીઓ દ્વારા ભારતીય હાઇ કમિશનના કો-ઓર્ડિનેશન મિનિસ્ટર સાથે વાર્તાલાપ
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (એનસીજીઓ) - યુકે દ્વારા ભારતીય હાઇ કમિશનના કો-ઓર્ડિનેસન મિનિસ્ટર દીપક ચૌધરી સાથે વાર્તાલાપનું આયોજન થયું છે.
લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (એનસીજીઓ) - યુકે દ્વારા ભારતીય હાઇ કમિશનના કો-ઓર્ડિનેસન મિનિસ્ટર દીપક ચૌધરી સાથે વાર્તાલાપનું આયોજન થયું છે. આ વાર્તાલાપ શુક્રવાર - 6 ઓક્ટોબરના રોજ સાંજે 7.00 વાગ્યે સંગત એડવાઇસ સેન્ટર (28 એ સાન્ક્રોફ્ટ રોડ, હેરો - HA3 7NS) ખાતે યોજાશે.
એનસીજીઓના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે તમામ સભ્ય સંસ્થાઓને કોઓર્ડિનેશન મિનિસ્ટર દીપક ચૌધરી સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા આમંત્રણ છે. ભારતીય સમુદાયને ઉપલબ્ધ સેવાઓની જાણકારી આપવા માટે આ વાર્તાલાપનું આયોજન કરાયું છે.
