કચ્છ સ્વામિનારાયણ મંદિરે યોગ દિવસની ઉજવણી

કેન્ટન હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (એસકેએસએસટી) ખાતે 18 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 75થી વધુ લોકો જોડાયા હતા.
કેન્ટન હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (એસકેએસએસટી) ખાતે 18 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 75થી વધુ લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે યોગશિક્ષક ભરતભાઇ મહેતાના માર્ગદર્શનમાં છેલ્લા 17 વર્ષથી મંદિરના બે વિશાળ હોલમાં દર મંગળવારે સાંજે 7.00 વાગ્યાથી વિનામૂલ્યે યોગ ક્લાસ ચાલે છે, જેનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે.
