ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન દ્વારા ઉજવાશે 23મો પાટોત્સવ

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે. સમગ્ર આયોજન અંગે માહિતી આપતા GHSના પ્રમુખ ઇશ્વરભાઇ ટેલર-એમબીઇએ કહ્યું હતું કે આ પ્રસંગે સનાતન સેવા મંડળ - દ્વારકાના પૂજ્ય સ્વામી કેશવાનંદજી ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે. જ્યારે ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પબ્લિશર - એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ અને પેટ્રન સુરેન્દ્રભાઇ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પૂજ્ય સ્વામીજી બપોરે 12 વાગ્યે મંદિરમાં આશીર્વાદ આપશે.’
કાર્યક્રમની રૂપરેખા
27 ઓગસ્ટે સવારે 10.15 કલાકે પૂજન, 10.30 કલાકે માતાજીની સ્તુતિ, 12.00 કલાકે પૂ. સ્વામી કેશવાનંદજીનું સ્વાગત, 12.30 કલાકે આશિષભાઇ ગૌર અને નેહાબેન શાહ દ્વારા ધ્વજા પૂજન, 12.40 કલાકે સનાતન ધર્મ ધ્વજારોહણ, 1.00 કલાકે ભોજન પ્રસાદી અને 2.00 કલાકે મેઇન હોલમાં કાર્યક્રમ.

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.