ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન યોજિત ચેરિટી ગાલા ડિનરને અભૂતપૂર્વ સફળતા
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦ જેટલા સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને યુવાન વ્યસાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કરમસદ નજીક આવેલી આ શ્રીકૃષ્ણ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનાં ચેરપર્સન અમૃતાબહેન એચ.એમ. પટેલે ખાસ ઉપસ્થિત રહી જરૂરતમંદ, ગરીબ મહિલાઓ અને બાળકોની કેવી રીતે તબીબી સેવા-સુશ્રુષા થાય છે એની વિગતો આપી હતી. આ ચેરિટી ગાલા ડિનરનો વિસ્તૃત-સચિત્ર અહેવાલ આવતા સપ્તાહના અંકમાં રજૂ કરવામાં આવશે.
