નૃત્ય, ગીત, સંગીત અને મનોરંજનનો મહાસાગર એટલે આનંદ મેળો

સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો એ આપણા સૌ ભારતીયો અને એશિયનોના જીવનના ખાસ અંગ છે. આપણે દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરીએ છીએ. આપણા તહેવારો દરમિયાન મેળાનું આકર્ષણ પણ સૌ કોઇને હોય છે આથીજ ભારતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે ગીત, સંગીત, નૃત્ય અને મનોરંજન. જી હા છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વર્ષે મનોરંજનનો માહાસાગર ઉભરાઇ જશે.

સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો એ આપણા સૌ ભારતીયો અને એશિયનોના જીવનના ખાસ અંગ છે. આપણે દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરીએ છીએ. આપણા તહેવારો દરમિયાન મેળાનું આકર્ષણ પણ સૌ કોઇને હોય છે આથીજ ભારતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે ગીત, સંગીત, નૃત્ય અને મનોરંજન. જી હા છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વર્ષે મનોરંજનનો માહાસાગર ઉભરાઇ જશે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે શાનદાર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં બ્રિટનના જાણીતા ગાયક કલાકાર નવિન કુંદ્રા, કિશન અમીન, ૮ વર્ષના યુવાન ગાયક કલાકાર રેનીયા બેનર્જી, ૧૧ અને ૧૨ વર્ષના કલાકારો શ્રેયા અને વેદાંત ગીતો રજૂ કરશે. આ ઉપરાંત અંશમિતા સહા કથક નૃત્ય, સંગીતા નાયક અને પ્રિયદર્શીની પાંડા અોડીસી નૃત્ય, પાયલ બાસુ અને ગૃપ તેમજ ઇસ્ટ વેસ્ટ ફ્યુઝન વિવિધ નૃત્યો રજૂ કરશે. આ ઉપરાંત તાજેતરમાં યુકેના સૌથી યુવાન યોગ ચેમ્પીયન તરીકે મેડલ મેળવનાર માસુમ ઇશ્વર શર્મા યોગના આસનો રજૂ કરશે. આ ઉપરાંત બિલેતે બેંગોલી ગૃપ અને લંડન શરદ ગૃપ ગીત સંગીત રજૂ કરશે.

આ વર્ષે આનંદ મેળામાં અોસ્ટ્રીઆના વિએનામાં રહેતા અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપતા અંધ બહેન એન્ડ્રીઆના (અદિના) મહેન્દ્ર ગલાની પોતાના લત્તા મંગેશકર જેવા સુમધુર અવાજમાં ગીતો રજૂ કરશે. મૂળ રોમાનીયાના સંગીતકાર પિતાના પુત્રી અદિનાએ માત્ર ૭ વર્ષની વયે રોમાનીયામાં રહીને ભાષાની તકલીફ હોવા છતાં હિન્દી ફિલ્મી ગીતો ગાવાની શરૂઆત કરી હતી. તેઅો ભારતના મુંબઇ, રાજકોટ સહિત વિશ્વના અોસ્ટ્રીયા, રોમાનીયા અને સ્વીડનમાં ગીતોના કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. અદિના મૂળ કચ્છના મહેન્દ્રભાઇ ગલાની સાથે પરણેલા છે.

જો અપની સંસ્થા, ગુજરાતી શાળા, સંગઠન કે મંડળ દ્વારા બાળકો કે યુવાનો દ્વારા ગીત, સંગીત અને નૃત્યો કે અન્ય લોકભોગ્ય કાર્યક્રમ તૈયાર કરાતા હોય અને આપ તેને આનંદ મેળામાં રજૂ કરવા માંગતા હો તો અમે આનંદ મેળામાં રજૂ કરવા માટે ઉત્સુક છીએ. આ માટે આજે જ કમલ રાવનો ઇમેઇલ [email protected] અથવા ફોન 07875 229 211 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલડ્‌રન"ને (www.hope-for-children.org) સુપ્રત કરવામાં આવશે, જેથી તે રકમ કોઇના લાડકવાયા બાળકના ભાવિને ઘડી શકે અને તે બાળક ભણીગણીને જવાબદાર નાગરીક બની શકે. 'આનંદ મેળા'ની પ્રવેશ ફી વ્યક્તિ દિઠ £૨-૫૦ છે અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

સૌના આરોગ્યની જાળવણી માટે આ વર્ષે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'માં ભારતની અગ્રણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોના અને વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. જ્યારે આનંદ મેળાના અોફીશીઅલ કેટરર્સ તરીકે "દીલ્હી અોન ગો"ની પસંદગી કરવામાં આવી છે.

સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, તૈયાર નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો અને બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅોનો લાભ આપતા હો તો આજે જ આપના સ્ટોલ માટે સંપર્ક કરો. આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.

નૃત્ય, ગીત, સંગીત અને મનોરંજનન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.