પ્રાર્થનારૂપી રાખડી મોકલીએઃ પૂ.મહંત સ્વામી

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે સંતો-ભક્તોને આજ્ઞા કરી છે કે રક્ષાબંધન પવિત્ર ભાવનાઓ અને માંગલિક પ્રાર્થનાનું પર્વ છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની સમસ્યાને ધ્યાનમાં રાખીને અરસ પરસ એકબીજાના ઘરે ગયા સિવાય, પ્રાર્થનારૂપી રાખડીઓ દ્વારા આ પર્વ ઊજવવું. કુરિયર કે પોસ્ટ દ્વારા પણ રાખડી મોકલવી નહીં, તેને બદલે સ્નેહીજનોને સોશિયલ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક સંદેશ મોકલી શકાય. ભગવાન સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવી.

સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું લાઇવ વેબકાસ્ટ sabha.baps.org પર કરાઈ રહ્યું છે. તમામ હરિભક્તો લંડનના સમય અનુસાર સોમવારથી શનિવારે બપોરે ૩.૩૦ કલાકે અને રવિવારે બપોરે એક વાગ્યે તેનો ઓનલાઇન લાભ લઇ શકશે.
દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.