યુવાન EV પ્રણેતા રાજ મહેતાના પ્રેરણાદાયી શબ્દોની યુવાનો પર ગાઢ અસર

યુવાન EV પ્રણેતા રાજ મહેતાના પ્રેરણાદાયી શબ્દોની યુવાનો પર ગાઢ અસર

વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે અને સકારાત્મકતા સાથે વિચારવાની પ્રેરણા પૂરી પાડી હતી. તેમના નિખાલસ અને વિનમ્ર સ્વભાવે આ અનુભવને અવિસ્મરણીય બનાવી દીધો હતો.

નાઈરોબીઃ વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે અને સકારાત્મકતા સાથે વિચારવાની પ્રેરણા પૂરી પાડી હતી. તેમના નિખાલસ અને વિનમ્ર સ્વભાવે આ અનુભવને અવિસ્મરણીય બનાવી દીધો હતો.

રાજ મહેતા વિશ્વની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી યુવાન શોધક અને સંસ્થાપક તરીકે ખ્યાતિ ધરાવે છે. તેમની નોંધપાત્ર યાત્રા જ્યારે જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરાય, આગળ વધારાય અને દબાવી રાખવાના બદલે વિકસિત કરાય ત્યારે સાચુ ઈનોવેશન પ્રગતિ સાધે છે તેની શક્તિશાળી યાદ અપાવે છે. આ ઈવેન્ટમાં સમગ્ર કોમ્યુનિટીમાંથી મહત્ત્વાકાંક્ષી એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ અને યુવા લોકો વ્યવહારુ, પોસાય તેવા અને દૂરલક્ષી ઓટોમોટિવ સોલ્યુશન્સના નિર્માણના રાજ મહેતાના અનુભવોને સાંભળવા ઉત્સુક હતા. રાજ મહેતાએ સંબોધનમાં ધીરજ, સર્જનાત્મકતા તેમજ વિચારોને અર્થપૂર્ણ અસરમાં પરિવર્તિત કરવાના મહત્ત્વ વિશે મૂલ્યવાન પાઠ રજૂ કર્યા હતા. રાજ મહેતાના શબ્દોએ જોશ, ઉત્સાહ, વિઝન અને નિર્ણયાત્મકતા સાથેના ઈનોવેશન માટે વય કદી અવરોધક હોતી નથી તેવી માન્યતાને બળ પુરું પાડ્યું હતું.

ગુજરાતના મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે 2001મા જન્મેલા રાજ મહેતા નાનપણમાં એટલે કે 12 વર્ષની વયથી જ સાયકલ ચલાવતા ત્યારે વધુ સરળતા અને ઓછી મહેનતથી કેવી રીતે ચલાવી શકાય તેવો જ વિચાર તેમના મનમાં ઘુમરાતો રહ્યો હતો. આજે તેઓ વિશ્વમાં ઓટોમોબાઈલ કંપનીના સૌથી યુવાન સ્થાપક તરીકે પ્રખ્યાત છે પરંતુ, તેમની વય કરતાં પણ પડકાર ઝીલવાની અને નવું કરી દર્શાવવાની તમન્ના વિશેષ છે. મક્કમ નિર્ણયાત્મકતા અને ઉછીના મેળવેલા થોડા હજાર રુપિયા સાથે રાજ મહેતાએ ઈલેક્ટ્રિક હાઈબ્રીડ બાઈસિકલ તૈયાર કરી હતી. રોજિંદા કામે જતા કામદારો અને ફેરિયાઓને આ પોસાય તેવી અને ઓછી મહેનત કરાવતી બાઈસિકલ ફાવી ગઈ. આ પછી, તેમણે પેટ્રોલ બાઈક્સને ઈલેક્ટ્રિક બાઈકમાં ફેરવતી કન્વર્ઝન કિટ્સ તૈયાર કરી જેનો લાભ ભારતથી આફ્રિકા સુધીના એન્ટ્રેપ્રીન્યોર્સે લીધો હતો. એક નાઈજિરિયન ઈનોવેટરે રાજની મદદથી પોતાની બાઈકને ઈલેક્ટ્રિક બનાવી જ્યારે તેની ટેકનોલોજીથી પ્રેરણા મેળવી ઈથિયોપિયન વિદ્યાર્થીએ દિવ્યાંગ લોકો માટે સૌરશક્તિથી સંચાલિત ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલ બનાવી હતી.

જોકે, રાજની યાત્રા અવરોધરહિત ન હતી. તેમણે નોકરશાહીનો સામનો કરવો પડ્યો અને ભારતનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટ લાયસન્સ મેળવવા 19 વખત અરજી કરવી પડી હતી. તેમણે 14 વર્ષની વયે રાજ ઈલેક્ટ્રોમોટિવ્ઝ પ્રા. લિમિ.ની સ્થાપના કરી અને 17 વર્ષની વયે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ લાયસન્સ મેળવ્યું હતું, જે એક વિક્રમ છે. રાજ મહેતાના બિઝનેસ પાછળ પર્યાવરણીય સજાગતા મુખ્ય બાબત છે. તેઓ કહે છે કે વિકાસ આવશ્યક છે, પરંતુ ભાવિ પેઢીઓના આરોગ્યના જોખમ અથવા પૃથ્વીના કલ્યાણના જોખમે ન હોવો જોઈએ. તેમની ઈલેક્ટ્રિક સ્કૂટર બ્રાન્ડ ગ્રેટા ટકાઉ અને પોસાય તેવી મોબિલિટી સાથે તેમના વિચારોને સુસંગત છે.

25 વર્ષની વયે રાજ મહેતા માત્ર વિક્રમધારક રહ્યા નથી. તેઓ યુવા સ્વપ્નસેવીઓ જ નહિ, અનુભવી અગ્રણીઓ માટે પણ જીવંત દીવાદાંડી સમાન છે. તેમની યાત્રા શીખવે છે કે અવરોધો માત્ર તોડવા માટે જ હોય છે અને નિષ્ફળતા તો સફળતાના માર્ગ માટેની સાથી હોય છે.

યુવાન EV પ્રણેતા રાજ મહેતાના પ્રેરણાદાયી શબ્દોની યુવાનો પર ગાઢ અસર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.