લંડનમાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા વિજયની ઉજવણી

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી કરવા તા.૧૮-૧૨-૧૭ને સોમવારે લંડનના કિંગ્સબરીની મીરા રેસ્ટોરાંમાં ડિનર પાર્ટી યોજવામાં આવી હતી.
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી કરવા તા.૧૮-૧૨-૧૭ને સોમવારે લંડનમાં કિંગ્સબરીની મીરા રેસ્ટોરાંમાં ડિનર પાર્ટી યોજવામાં આવી હતી. તેમાં ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના લાલુભાઈ પારેખ, શશીભાઈ પટેલ, ડો. આમ્બેકર, કૃનાલભાઈ, મધુભાઈ તેમજ કમિટીના અન્ય સભ્યો જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય માટે ઘણાં કાર્યકરો યુકેથી ભારત ગયા હતા તે સૌનો આ પ્રસંગે આભાર માનવામાં આવ્યો હતો.
લંડનના સાઉથોલ બ્રોડવે, ઇલીંગ રોડ, વેમ્બલી અને લેસ્ટરના બેલગ્રેવ રોડ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના વિજયની ઉજવણી કરાઇ હતી અને ઉત્સાહી લોકોએ મિઠાઇ વહેંચી જીતનો જશ્ન મનાવ્યો હતો. યુકેના અન્ય શહેરોમાંથી પણ વિજયની ઉજવણીના સમાચાર સાંપડી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’ના કિશોરભાઈ પરમાર આ ઉજવણીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
