લેમ્બેથમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે આંબેડકરની જન્મજયંતી

લેમ્બેથમાં બસવેશ્વરાની પ્રતિ...
Basaveshwara Statue--Dr B R Ambedkar’s birth anniversary-LONDON copy

રાજધાનીના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે ૧૪મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાટિલે જણાવ્યું હતું કે આ બન્ને મહાન વ્યક્તિ વચ્ચે વૈચારિક સંબંધને કારણે બસવેશ્વરા પ્રતિમા પાસે આંબેડકરની જન્મજયંતીની ઉજવણી યોજાઈ હતી. બસવેશ્વરા અને આંબેડકરે ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિભેદ સામે લડત આપી હતી.

લંડનઃ રાજધાનીના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે ૧૪મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાટિલે જણાવ્યું હતું કે આ બન્ને મહાન વ્યક્તિ વચ્ચે વૈચારિક સંબંધને કારણે બસવેશ્વરા પ્રતિમા પાસે આંબેડકરની જન્મજયંતીની ઉજવણી યોજાઈ હતી. બસવેશ્વરા અને આંબેડકરે ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિભેદ સામે લડત આપી હતી.

બસવેશ્વરાએ ૧૨મી સદીમાં લોકશાહીનો પાયો નાંખ્યો હતો અને આંબેડકર દુનિયાની સૌથી મોટી લોકશાહીના બંધારણના ઘડવૈયા હતા. અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી બસવેશ્વરા અને આંબેડકરે પોતાના ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. બસવેશ્વરાએ બીજાલાની જ્યારે આંબેડકરે જવાહરલાલ નહેરુની કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. વાણી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી બન્ને મહાનુભાવે લૈંગિક સમાનતા અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૧૪ નવેમ્બર, ૨૦૧૫ના રોજ બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ અને આંબેડકર હાઉસને ખૂલ્લું મૂકીને ઈતિહાસ સર્જ્યો હતો. યુકેમાં ભારતના વડાપ્રધાન દ્વારા અનાવરણ કરાયેલી બસવેશ્વરાની પ્રથમ પ્રતિમા હતી, જેને પહેલી વખત જ બ્રિટિશ પાર્લામેન્ટના પરિસરમાં સ્થાપવાની મંજૂરી મળી હતી.

મહારાષ્ટ્ર સરકારે કેમડન બરોમાં 10, King Henry's Road, London NW3 3RPસ્થિત ઐતિહાસિક આંબેડકર હાઉસ ખરીદી તેને મ્યુઝિયમમાં ફેરવી દીધું છે. આંબેડકર ૧૯૨૧-૨૨ દરમિયાન લંડનમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું ત્યારે આ મકાનમાં રહ્યા હતા.

લેમ્બેથમાં બસવેશ્વરાની પ્રતિ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.