સંસ્થા સમાચાર (અંક 02 સપ્ટેમ્બર 2023)

સંસ્થા સમાચાર (અંક 02 સપ્ટેમ્બર...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી રહેલા ભક્તિવેદાંત મેનોર ખાતે ગુરુવાર - 7 સપ્ટેમ્બર, શનિવાર - 9 સપ્ટેમ્બર અને રવિવાર - 10 સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ ઉજવણીમાં સામેલ થવા માટે ફ્રી ટિકિટ અનિવાર્ય છે. ટિકિટ વગર કોઇને પણ પ્રવેશ મળશે નહીં. 1 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ ટિકિટ બુક કરાવવા માટે જૂઓ વેબસાઇટ krishnatample.com
• સંકૃતિ ફાઉન્ડેશન (યુકે) દ્વારા તા. 3થી 12 સપ્ટેમ્બર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની યુકે ધર્મ યાત્રાના ભાગરૂપે પ્રવચન અને પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરાયું છે. 3 સપ્ટેમ્બરે (બપોરે 3.30થી સાંજે 6.30) લેસ્ટરમાં પ્રવચન (સ્થળઃ 21અલ્વરસ્ક્રોફ્ટ રોડ, LE4 6BY), 4 સપ્ટેમ્બરે (સાંજે 7.00 થી 8.30) હિન્દુ મંદિર - લેસ્ટર ખાતે પ્રશ્નોત્તરી સેશન (સ્થળઃ 34 સેન્ટ બર્નાબાસ રોડ, LE5 4BD) અને 12 સપ્ટેમ્બરે (સાંજે 7.00થી 9.00) કેપીએસ સેન્ટર - લંડન ખાતે પ્રવચન (સ્થળઃ કેનમોર એવન્યુ, હેરો - HA3 8LU) યોજાયા છે. વધુ માહિતી માટે સંપર્કઃ ભૂપેન્દ્ર કણસાગરા +44 7899 957900.
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે 7 સપ્ટેમ્બરે સાંજે 5.00થી 7.00 શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થશે. હાલમાં શ્રાવણ માસ નિમિત્તે 11 સપ્ટેમ્બર સુધી દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજા યોજાય છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ -
+44 20 8553 5471

સંસ્થા સમાચાર (અંક 02 સપ્ટેમ્બર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.