સંસ્થા સમાચાર (અંક 09 મે 2026)
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા કોમેડી નાટક ‘બા અમારા બાઝીગર’ની વર્લ્ડ ટુર. મનોરંજનના મહારાણી કોમેડી ક્વીન પ્રતિમા ટી.ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતાં આ નાટકમાં તેમની સાથે અભિયના ઓજસ પાથરે છે જીતુ કોટક, અક્ષય પટેલ, ફાલ્ગુની રાવલ, હેલી પંચાલ અને નિરવ મશરૂવાલા. પ્રોડ્યુસર્સ રાજુ શાહ - અનિશ શાહ તથા યોગેશ શાહ દ્વારા નિર્મિત અને અક્ષય પટેલ દ્વારા લિખિત નાટકનું દિગ્દર્શન કર્યું છે ખુદ પ્રતિમા ટી.એ. યુકેમાં નાટકના શો તા. 8 મે - સ્થળઃ લેસ્ટર પીપુલ એન્ટરપ્રાઇસ (વસંત ભક્તા - 07860 280 655), તા. 9 મે - સ્થળઃ રાયસ્લીપ (ચેતના પટેલ - 07341 752 575 અને મંજુ - 07931 534 270), તા. 10 મે - સ્થળઃ રાયસ્લીપ (હેમા પટેલ - 07939 121 614), તા. 15 મે - સ્થળઃ બ્રેડફોર્ડ (ચંપક - 07769 830 476), તા. 16 મે - સ્થળઃ રાયસ્લીપ (રમેશ શાહ - 07742 045 154), અને તા. 17 મે ચેરિટી શો - સ્થળઃ રાયસ્લીપ (જયેશ દેસાઇ - 07877 287 318 / સંધ્યા ગોહીલ - 07587 167 916)
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 10 મે - સાંજે 5.00થી 8.00 સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ - IG1 1EE (સંપર્કઃ સુરિન્દર ગૌતમ - 07504981198) અને તા. 13 મે - સવારે 10.00થી બપોરે 2.00 સ્થળઃ લક્ષ્મી નારાયણ મંદિર, 541ઓ વોર્વિક રોડ, ટાયસ્લે, બર્મિંગહામ - B11 2JP (સંપર્કઃ સુમનભાઇ - 07870949423). કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266569
• આનંદ મંગલ ગ્રૂપ દ્વારા ‘ગુજરાત દિવસ’ની ઉજવણી પ્રસંગે ગીત-સંગીત, નાટક, રાસગરબા. તા. 9 મે (બપોરે 12.00 વાગ્યાથી). સ્થળઃ વોટલીંગ કોમ્યુનિટી સેન્ટર, 145 ઓરેન્જ હિલ રોડ, એજવેર - HA8 0TR
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ અને શ્રી છપ્પન ભોગ સમિતિ દ્વારા અધિક માસમાં છપ્પન ભોગ પ્રસંગે તા. 16ના રોજ નંદ મહોત્સવ, વિવિધ મનોરથ તથા પાતાળ મહાપ્રસાદ અને 17 મેના રોજ છપ્પન ભોગ દર્શન અને વિવિધ મનોરથ પાતાળ મહાપ્રસાદ. સ્થળઃ સેન્ટ બેમાડેટ્ટસ સ્કૂલ, ક્લિફ્ટન રોડ HA3 9NS. વધુ માહિતી માટે સંપર્કઃ હિરેન ભીમજીયાણી - 07952 363585
• તુલસી સેવા ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ. આચાર્ય બ્રહ્મર્ષિ શ્રી ઋષિવરજીના વ્યાસપીઠ પદે તા. 19થી 25 મે (બપોરે 3.00થી સાંજે 7.00) શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, મિડલસેક્સ - HA0 3DW. વધુ માહિતી માટે સંપર્કઃ +44 7407 434355
