સંસ્થા સમાચાર (અંક 11 નવેમ્બર 2023)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• અનુપમ મિશન-યુકે દ્વારા દિપોત્સવી પર્વે તા. 10 નવેમ્બર - શુક્રવારે (સાંજે 6.30થી) લક્ષ્મી પૂજન અને શારદા પૂજન જ્યારે 12 નવેમ્બર - રવિવારે નૂતન વર્ષની ઉજવણી થશે. નૂતન વર્ષ આશીર્વાદ અને થાળ સવારે 11.30 વાગ્યે, પહેલી અન્નકૂટ આરતી 12.30 વાગ્યે અને છેલ્લી અન્નકૂટ આરતી સાંજે 5.00 વાગ્યે થશે. આ દરમિયાન દર કલાકે અન્નકૂટ આરતી થશે. સમગ્ર ઉજવણી દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા છે. સ્થળઃ ધ લી, વેસ્ટર્ન એવ, ડેન્હામ, અક્સબ્રિજ UB9 4NA
• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસ્ડન, લંડન) ખાતે દિવાળી પર્વની ઉજવણી પ્રસંગે 12 નવેમ્બરે સવારે 10.00થી સાંજે 7.00 સુધી દર્શન થશે. આ પર્વે સાંજે 4.00થી 5.30 શારદાપૂજન અને સાંજે 7.30 વાગ્યાથી આતશબાજી (સ્થળઃ ગિબોન્સ રિક્રિએશન ગ્રાઉન્ડ, મંદિર સામે). તા. 13 નવેમ્બર નૂતન વર્ષના પ્રારંભે મંદિર અને હવેલી અન્નકૂટ દર્શન સવારે 10.00થી 9.00 અને દર 15 મિનિટે આરતીદર્શન. બન્ને દિવસે ફૂડ સ્ટોલ્સ પર ગરમ સ્વાદિષ્ટ વ્યંજન મળી રહેશે. દર્શનાથીઓ ખાસ નોંધ લે કે સુરક્ષાના કારણોસર બેગ્સ કે કેમેરા મંદિર કોમ્પલેક્સમાં લઇ જવા દેવાશે નહીં. આવો સામાન રસ્તાની સામે આવેલી સિક્યુરિટી બેગેજ કેબિનમાં જમા કરાવવાનો રહેશે. વધુ માહિતી માટે જુઓઃ www.neasdentemple.org

• શ્રી નરનારાયણ દેવ ગાદી તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર - સ્ટેનમોર ખાતે દિવાળી અને નૂતન વર્ષ પર્વે વિવિધ ધાર્મિક આયોજન થયા છે. તા. 10 નવેમ્બરે ધનતેરસ, 11 નવેમ્બરે કાળી ચૌદશ - હનુમાનજી પૂજન (સાંજે 6.30થી), 12 નવેમ્બરે લક્ષ્મીપૂજન (સાંજે 5.30થી) અને આતશબાજી (સાંજે 7.30થી), 14 નવેમ્બરે વિક્રમ સંવત 2080નો અન્નકૂટ ઉત્સવ દર્શન (સવારે 7.00થી સાંજે 7.00) અને આરતી (સવારે 7.00થી દર કલાકે), તા. 25 નવેમ્બરે તુલસી વિવાહ લાલજી મહારાજ મંડપ રોપણ તથા તુલસીબાઇ માંડવો (સવારે 10.00થી), મહેન્દી તથા સેરીકો (સાંજે 5.00) બાદમાં મહાપ્રસાદ અને તા. 26 નવેમ્બરે લગ્નપ્રસંગ (સવારે 10.00થી) અને બાદમાં મહાપ્રસાદ. વધુ માહિતી માટે જુઓઃ www.swaminarayansatsang.com
• બાલમ મંદિર - રાધાકૃષ્ણ - શ્યામ આશ્રમ - શ્રીનાથજી હવેલી દ્વારા દીપોત્સવ પ્રસંગે વિવિધ આયોજન થયા છે. તા. 12 નવેમ્બરે કાળી ચૌદશ અને દિવાળી પર્વે દર્શન સમય સવારે 7.30થી 8.30, 10.30થી 11.00 અને બપોરે 12.00થી 12.30. હાટડી દર્શન સાંજે 6.00થી 7.30, તા. 13 નવેમ્બરે ગોવર્ધન પૂજા સવારે 10.00થી 11.00, અન્નકૂટ દર્શન 3.00થી સાંજે 6.00 બાદમાં મહાપ્રસાદ, તા. 15 નવેમ્બરે ભાઇબીજ લોટીજી ઉત્સવ - બપોરે 12.30થી સાંજે 4.30 બાદમાં મહાપ્રસાદ અને તા. 23 નવેમ્બર તુલસીવિવાહ - રાધાકૃષ્ણ વિવાહ બપોરે 12.30થી સાંજે 4.00 ઠાકોરજી સાઇડ સાંજે 6.00થી 7.30 બાદમાં મહાપ્રસાદ. સ્થળઃ 33 બલહામ હાઇ રોડ, લંડન SW12 9AL. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8675 3831

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર દ્વારા દિવાળી પર્વે મંદિરમાં લક્ષ્મી પૂજન તા. 11ના રોજ (સાંજે 6.00) અને નૂતન વર્ષના પ્રારંભેે અન્નકૂટ દર્શન તા. 13 નવેમ્બરના રોજ (સવારે 8.30થી બપોરે 12.30). સ્થળઃ 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ - IG1 1EE વધુ વિગત માટે સંપર્કઃ 020 8553 5471
• ઇંડિયન ડાયસ્પોરા ઇન યુકે દ્વારા દીપોત્સવી પર્વે તા. 11 નવેમ્બર (બપોરે 2.00થી 4.00) દિવાળી પરેડ અને નૃત્યનો કાર્યક્રમ યોજાયો છે. પરેડનો પ્રારંભ - સ્લોઉ O2 સ્ટોરથી થશે અને હાઇ સ્ટ્રીટ, સ્લોઉ ટાઉન સેન્ટર રૂટ પર ફરશે. પરેડ બાદ ક્વીન્સમીયર ઓબ્ઝર્વેટરી શોપિંગ સેન્ટર (પ્રિમાર્ક બહાર) નૃત્યનો શાનદાર કાર્યક્રમ રજૂ થશે. વધુ વિગત માટે જુઓઃ www.idukgroup.co.uk
• શ્રી જય જલારામ સત્સંગ મંડળ - ઇસ્ટ લંડન દ્વારા 19 નવેમ્બરના રોજ (બપોરે 12.00થી સાંજે 6.00) પૂ. શ્રી જલારામ બાપાનો 224મો પ્રાગટ્ય દિન ઉજવાશે. આ પ્રસંગે બપોરે 12.00થી 1.00 સ્વાગતમ્, બપોરે 1.00થી 6.00 ભજન-કિર્તન અને સાંજે 6.00થી 7.00 આરતી-થાળ. સ્થળઃ રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, 231 પ્લાસેટ રોડ, અપ્ટન પાર્ક, લંડન - E13 0QU. વધુ વિગત માટે સંપર્કઃ હિમેશભાઇ પટેલ - ફોનઃ 07909 527978

સંસ્થા સમાચાર (અંક 11 નવેમ્બર 2023)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.