સંસ્થા સમાચાર (અંક 18 જુલાઇ 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અનુપમ મિશન દ્વારા ગુરુહરિ સાહેબજીની મંત્ર દીક્ષાના 60 વર્ષની ઉજવણી અને ઓમ ક્રિમેટોરિયમનું લોકાર્પણ. પૂ. ગુરુહરિ સંત ભગવંત સાહેબજી અને વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની નિશ્રામાં તા. 17 જુલાઇના રોજ સવારે 10.00થી 12.30 મંત્ર દીક્ષા હીરક મહોત્સવ અને સાંજે 5.00થી 7.30 શાલિન માનવ રત્ન એવોર્ડ સમારોહ. તા. 18 જુલાઇના રોજ સવારે 10.00થી 12.30 ઓમ ક્રિમેટોરિયમનું લોકાર્પણ અને સાંજે 7.30થી 9.00 સાંસ્કૃતિક કાર્યક્રમ. બધા જ કાર્યક્રમોમાં મહાપ્રસાદ પીરસાશે. સ્થળઃ અનુપમ મિશન, ધ લીઆ, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ, અક્સબ્રીજ - UB9 4NA. વધુ વિગત માટે સંપર્કઃ ફોન - 07940 937375
• નવનાત વડીલ મંડળ (એનવીએમ) દ્વારા તા. 17 જુલાઇના રોજ એનવીએમ એન્યુઅલ જનરલ મિટીંગ. આ વર્ષની જનરલ મિટીંગમાં દ્વિવાર્ષિક ચૂંટણીનો પણ સમાવેશ થાય છે, જે આ જ દિવસે યોજાશે. સંસ્થાના તમામ કાર્યક્રમોની વધુ વિગતો માટે જૂઓ વેબસાઇટઃ www.navnat.com
• વિરાયતન યુ.કે.એ પદ્મશ્રી પ.પૂ.તાઇ મા (આચાર્ય ચંદનાશ્રીજી)ની સેવા-શિક્ષા-સાધનાના પાયા પર સમાજને મળેલી અણમોલ વિરાસતની ભેટ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો કાર્યક્રમ રવિવાર 19 જુલાઇના રોજ સવારના 10.30થી સ્થળઃ જેએફએસ સ્કૂલ, ધ મોલ, હેરો - HA3 9TE ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે પૂ. સાધ્વીજી શીલાપીજી ખાસ પધારી લાભ આપશે. વધુ વિગત માટે સંપર્ક: નીલેશભાઇ કોઠારી 07718 580 596
• વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી તા. 17થી 25 જુલાઇથી યુકેના આધ્યાત્મિક પ્રવાસે પધારી રહ્યા છે. આ પ્રસંગે વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં તા. 19 જુલાઇના રોજ સવારે નોર્થ લંડનમાં બ્રહ્મસંબંધ અને બપોરે 1.00 વાગ્યે ઇસ્ટ લંડનમાં દેવનજી મેડિકલ (એબ્બે કેર વિલેજ)નું ઉદ્ઘાટન, તા. 22ના રોજ બર્મિંગહામમાં તથા તા. 23ના રોજ લેસ્ટરમાં પધરામણી, તા. 24 જુલાઇના રોજ (સાંજે 7.00 કલાકે) ‘હાઉ ટુ કન્ટ્રોલ યોર માઇન્ડ’ વિષય પર વચનામૃત (સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, નોર્થ લંડન). કાર્યક્રમ પૂર્વે સાંજે 5.30 કલાકે મહાપ્રસાદ. અને તા. 25 જુલાઇના રોજ નોર્થ લંડનમાં પધરામણી અને સત્સંગ.
• બાલમ મંદિર (રાધાકૃષ્ણ-શ્યામા આશ્રમ-શ્રીનાથજી હવેલી) અને વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) દ્વારા તા. 20 જુલાઇ (બપોરે 12.00 વાગ્યે)ના રોજ વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની નિશ્રામાં નંદ મહોત્સવ. તા. 21 જુલાઇના રોજ (બપોરે 3.30થી સાંજે 6.30) ‘ભગવદ ગીતા’ પર પૂ. પૂ. જેજેશ્રીનું વચનામૃત અને કમલ તલાઇ મનોરથ. બન્ને પ્રસંગના અંતે મહાપ્રસાદ. સ્થળઃ બાલમ મંદિર, 33 બલહામ હાઇ રોડ, ક્રોલી, લંડન - Sw12 9AL.
• નાગ્રેચા પરિવાર દ્વારા પિતૃ શ્રેયાર્થે તા. 19 થી 25 જુલાઇ પ્રખર ભાગવતાચાર્ય પૂ. શ્રી શરદભાઇ વ્યાસના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત્ રસામૃત મહોત્સવ. પોથીયાત્રા - તા. 19 બપોરે 3.00 કલાકે, શ્રી રામ જન્મ - તા. 20 સાંજે 6.00 તથા શ્રી નંદ મહોત્સવ સાંજે 7.00, શ્રી ગોવર્ધન પૂજા - તા. 23 સાંજે 7.00, શ્રી રુકમણી વિવાહ - તા. 24 સાંજે 7.00 અને કથાવિરામ - તા. 25 સાંજે 7.00. કથાસમય દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00. દરરોજ કથાવિરામ બાદ મહાપ્રસાદ. સ્થળઃ હરીબહેન બચુભાઇ નાગ્રેચા હોલ, 198-202 લેટન રોડ, લંડન - E15 1DT. વધુ માહિતી માટે સંપર્કઃ હસુભાઇ નાગ્રેચા - ફોનઃ 07946 565 888

• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 20 જુલાઇ સુધી શ્રી રાધા કૃષ્ણ ટેમ્પલ (253 એજ લેન, લિવરપુલ - L7 9LB અને તા. 21થી 27 જુલાઇ લેવા પાટીદાર સમાજ હોલ, લેગ્રામ્સ મિલ લેન (ઓફ લેગ્રામ્સ લેન), બ્રેડફોર્ડ - Bd7 2BA. વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• શ્રી જલારામ મંદિર - લેસ્ટર અને વીરબાઇમા જલારામ કોમ્યુનિટી સેન્ટર દ્વારા તા. 24 અને 25 જુલાઇના રોજ (સાંજે 5.00થી 7.00) પૂ. બાપાના મંદિરના 30મા સ્થાપના દિન પ્રસંગે જલારામ ભાગવત સત્સંગ. આ પ્રસંગે વક્તા અલ્પેશભાઇ જોશી પૂ. બાપાના જીવન-ઉપદેશ આધારિત કથા અને ભજન રજૂ કરશે. કાર્યક્રમ બાદ આરતી અને મહાપ્રસાદ. સ્થળઃ શ્રી જલારામ મંદિર, લેસ્ટર - LE3 0LF. વધુ વિગત માટે સંપર્કઃ પ્રમોદભાઇ ઠક્કર - ફોનઃ 07860 922 770

• શ્રીમદ્ રાજચંદ્ર - ધરમપુરના વડા પૂ.ગુરૂદેવ શ્રી રાકેશજી લંડન પધારી રહ્યા છે. તેમના પ્રવચનના કાર્યક્રમ પહેલા સ્વામિ વાત્સલ્ય સહિત તા. 7-8 ઓગષ્ટના રોજ સાંજના 8 થી 10 હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, HA3 5BD ખાતે નિ:શૂલ્ક યોજવામાં આવ્યો છે. એ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સંપર્ક: +44 7835 237 325 અથવા ફેસબુક યા ઇન્સ્ટ્રાગ્રામ smduk પર બુક કરાવો.
• રવિવાર 9 ઓગષ્ટના રોજ હેરો લેઝર સેન્ટરમાં ગ્લોબલ યુથ ફેસ્ટીવલનું આયોજન સવારના 10.00 થી રાતના 10.00 સુધી કરવામાં આવ્યુ છે જેમાં ભાવિક હરિયા બોલીવુડ અને ભજન જામીંગ રજુ કરશે.
• મીમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ - યુકે દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂ. ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણ કથા તા. 13થી 19 ઓગસ્ટ (દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00). કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી, લંડન - HA0 4TA. વધુ માહિતી માટે સંપર્કઃ મીતા મારૂ 7581710197

•••

સંસ્થા સમાચાર (અંક 18 જુલાઇ 2026)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.