સંસ્થા સમાચાર (અંક 21 માર્ચ 2026)

સંસ્થા સમાચાર (અંક 21 માર્ચ 2026)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ચૈત્ર નવરાત્રિ ગરબા અને સ્વામિનારાયણ જયંતી

અને રામનવમીની ઉજવણી

• બીએપીએસ નિસડન સ્વામિનારાયણ મંદિરે તા. 26 માર્ચે રામનવમી પર્વની ઉજવણી પ્રસંગે સવારે 9.00થી રાત્રે 8.00 સુધી ભગવાનના દર્શન તથા અન્નકૂટ દર્શન, સવારે 11.00 અન્નકૂટ થાળ, સવારે 11.45 અન્નકૂટ તથા રાજભોગ આરતી, બપોરે 12.00 શ્રી રામચંદ્ર ભગવાન જન્મોત્સવની આરતી, સાંજે 7.00 સંધ્યા આરતી, રાત્રે 8.00થી 10.30 શ્રી સ્વામિનારાયણ જયંતી તથા શ્રી રામનવમી સભા અને રાત્રે 10.10 શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી થશે. સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નિસડન, લંડન - NW10 8HW. વધુ વિગત માટે જૂઓ - વેબસાઇટઃ neasdentemple.org
• શ્રી વલ્લભ નિધી યુ.કે. શ્રી સનાતન મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે તા. 19 થી 26 માર્ચ દરમિયાન રોજ બપોરે 12.30થી 2.30 દરમિયાન મા આદ્યશક્તિ, માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા પછી આરતી. 25 માર્ચના રોજ સવારે 10થી 12.30 દુર્ગાષ્ટમીનો હવન થશે જેમાં ભાગ લેવાની ઇચ્છા હોય તેઓએ વ્યક્તિ દીઠ £ 51 આપવાના રહેશે. આ ઉપરાંત મંદિરે 26 માર્ચના રોજ રામનવમીની ઉજવણી થશે. સવારે 11.00 વાગ્યે ભજન અને બપોરે 12.00 વાગ્યે શ્રી રામ જન્મ ઉજવાશે. બાદમાં આરતી, પારણાદર્શન અને બપોરે 1.30 વાગ્યાથી રમણભાઇ ગોકળ હોલમાં ફળાહાર પ્રસાદ. વધુ માટે સંપર્કઃ મંદિર ઓફિસ - 0208 903 7737 (સોમથી શુક્ર - સાંજે 5.00 સુધી) સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TA
• બલ્હામ મંદિરે તા. 20થી 27 માર્ચ દરરોજ (બપોરે 1.00થી સાંજે 4.00) કુસુમબહેન સોલંકી દ્વારા ‘રામાયણ અને જ્ઞાન’ કથા. તા. 27 માર્ચના રોજ (બપોરે 12.00) રામનવમીની ઉજવણી, શ્રીનાથજી પંચામૃત સ્નાન તથા આરતી અને તા. 2 એપ્રિલના રોજ (બપોરે 1.00થી 4.00) હનુમાન જયંતી પર્વે સુંદરકાંડ પાઠ અને આરતી. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ વિતરણ. વધુ માહિતી માટે સંપર્કઃ પલવીબહેન - 07920050251 અથવા દેવયાનીબહેન - 07929165395. સ્થળઃ 33 બલ્હામ હાઇ રોડ, લંડન - SW12 9AL
• ધર્મજ સોસાયટી ઓફ લંડન - DHASOL વાર્ષિક જનરલ મિટીંગ તા. 2 એપ્રિલ (રાત્રે 8.00થી 10.00) માત્ર પેઇડ લાઇફ મેમ્બર્સ જ બેઠકમાં હાજરી આપી શકશે અને કમિટી માટે ચૂંટણી લડી શકશે. બેઠકમાં હાજરી આપવા માટે પ્રમુખને ઇમેઇલ [email protected] દ્વારા જાણ કરવા અનુરોધ કરાયો છે. એજીએમનું સ્થળઃ કોન્ફરન્સ હોલ, સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS. વધુ માહિતી માટે સંપર્કઃ 0208 668 9468
• યુકે સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ દ્વારા તા. 4 એપ્રિલના રોજ (બપોરે 2.00 વાગ્યાથી) ઓનલાઇન વ્યાખ્યાનઃ ‘ધીરુબહેન પટેલ: એક મોંઘેરાં માણસજણસની શબદજાતરા’ વ્યાખ્યાતાઃ ખેવના દેસાઇ. ઝૂમ આઇડીઃ 818 9829 4797. ઝૂમ ટેક્નોલોજીની મર્યાદાના કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઇ શકશે.
• વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકે દ્વારા સંચાલિત વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર દર સપ્તાહે વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેમાં રવિવાર સત્સંગ - સાંજે 6.00થી 7.15 (મુખ્ય મંદિર), મહિલા સત્સંગ - દર મંગળવારે બપોરે 12.30થી 2.00 (શિવાજી હોલ), યોગ શિબિર - દર બુધવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ), વડીલ સભા - દર ગુરુવારે સવારે 11.00થી બપોરે 1.30 (કોમ્યુનિટી હોલ), લલિતા સહસ્રનામ સ્તોત્રમ્ - દર શુક્રવારે સાંજે 6.30થી 7.15 (મુખ્ય મંદિર), કુંગ ફુ - દર શુક્રવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ). શિયાળામાં મંદિર દર્શનનો સમયઃ સવારે 8.30થી 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી 8.00 (આરતી સાંજે 7.15). વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે અને તેનો ચેરિટી નંબર 1207321 છે. વધુ વિગત માટે સંપર્કઃ 020 8553 5471. સ્થળઃ 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE.

સંસ્થા સમાચાર (અંક 21 માર્ચ 2026)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.