સંસ્થા સમાચાર (અંક 22 જૂન 2024)

સંસ્થા સમાચાર (અંક 22 જૂન 2024)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અનુપમ મિશન-ડેન્હામ દ્વારા સુભાષભાઇ ઠકરાર-OBEનો સન્માન સમારોહ
• અનુપમ મિશન-ડેન્હામ દ્વારા પ.પૂ. સંત અશ્વિનદાદાની નિશ્રામાં તા. 21 જૂનના રોજ બ્રિટનના શાહી પરિવાર દ્વારા ઓબીઇથી સન્માનિત થયેલા શ્રી સુભાષભાઇ ઠકરારનો સન્માન સમારોહ યોજાયો છે. આ પ્રસંગે સાંજે 6.00થી 8.00 મહાપ્રસાદ ડિનર અને બાદમાં 8.00થી 9.30 સુભાષભાઇ ઠકરાર-ઓબીઇનું સન્માન, વિદ્યાસભા અને બાદમાં પ.પૂ. અશ્વિનદાદા આશીર્વચન આપશે. સ્થળઃ અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ - UB9 4NA
 • જૈન નેટવર્ક અને પતંજલિ યોગ પીઠ-યુકે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે આચાર્ય ડો. પ્રદ્યુમનજી મહારાજની નિશ્રામાં તા. 20 જૂનના રોજ (સવારે 10.30થી 11.30) ફ્લાઇટવેઝ રિસોર્સ સેન્ટર (ધ કોન્કોર્સ, કોલિન્ડેલ, લંડન-NW9 5UX) ખાતે યોગશિબિર યોજાઇ છે. જેમાં યોગાસન-પ્રાણાયમ-ધ્યાન-ભક્તિયોગ વગેરે પ્રવૃત્તિ કરાશે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક કલ્પનાબહેન પટેલઃ 07939527974
• દત્ત સહજ યોગા મિશન (યુકે) દ્વારા આંતરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે તા. 21 જૂનના રોજ સાંજે 7.30થી 9.30 વિશ્વ હિન્દુ પરિષદ સેન્ટર ખાતે પ્રાણાયમ, યોગાસન, મંત્રોચ્ચાર અને ધ્યાનનો વિશેષ કાર્યક્રમ. સ્થળઃ 10 થોર્નટન રો, થોર્નટન હિથ, સરે - CR7 6JN. વધુ માહિતી માટે સંપર્કઃ (ઓફિસ) 7903 223 550
• શ્રી નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા. 20 જૂન (સવારે 11.00થી બપોરે 1.00) એઇલ્સબરી વેલ મલ્ટીકલ્ચરલ સેન્ટર (ફ્રીઅરસ્ક્રાફ્ટ વે એઇલ્સબરી - HA20 2TE) ખાતે ભજન સંધ્યા અને સન્માન સમારોહ. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ કરાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ગોપેશ કુમાર શર્મા 07438425364 / ગજેન્દ્રસિંહ ભગરોટ 07459199832
• શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક અને આધ્યાત્મિક વડા ગુરુદેવશ્રી રાકેશજીના લંડન મુકામ દરમિયાન તા. 20 જૂન (રાત્રે 8.00થી 10.00), 22 જૂન (રાત્રે 8.00થી 10.00) અને 23 જૂને (સવારે 10.30થી 12.00) બાયરન હોલ (હેરો લેસર સેન્ટર, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD) ખાતે પ્રવચન યોજાયા છે. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ london.srmd.org/20years
• બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અને સારંગપુર મંદિરના કોઠારી સ્વામી પૂ. જ્ઞાનેશ્વરદાસ સ્વામી વિચરણ અર્થે બ્રિટન પધાર્યા છે. તેઓ 12 જુલાઇ સુધી યુકે અને યુરોપમાં વિચરણ કરશે અને મંદિરો અને કેન્દ્રોની મુલાકાત લેશે. વધુ માહિતી માટે સ્થાનિક મંદિર અને કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા-યુકે દ્વારા તા. 29 અને 30 જૂનના રોજ ભારતથી આવેલા પૂ. દીપલબહેન મહારાજ અને મહિલા ત્યાગી મુક્તોની નિશ્રામાં વિશેષ મહિલા શિબિર. બન્ને દિવસ પહેલું સેશન સવારે 9.00થી બપોરે 12.00 અને બીજું સેશન બપોરે 3.30થી સાંજે 5.00. આ ઉપરાંત 29 જૂને સાપ્તાહિક સભા સાંજે 7.00થી રાત્રે 8.30 અને 30 જૂને સવારે 6.30થી 7.30 સમૂહ પૂજા યોજાશે. સ્થળઃ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર, યુનિટ-6, બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, ક્વીન્સબરી - NW9 9RL. વધુ માહિતી માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - ફોનઃ 07917623611
• કનેક્શન્સ દ્વારા તા. 4 જુલાઇ (સાંજે 7.30થી) 25થી 40 વર્ષના લોકો માટે સિંગલ્સ મિક્સ એન્ડ મિંગલ પસંદગી મેળો યોજાયો છે. સ્થળઃ ધ ઓક્સફર્ડ માર્કેટ, 11-13 માર્કેટ પ્લેસ, લંડન - W1W 8AH

સંસ્થા સમાચાર (અંક 22 જૂન 2024)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.