સંસ્થા સમાચાર (અંક 25 ફેબ્રુઆરી 2023)
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• મેડિટેશન પર સિસ્ટર અલ્કાજીનો વાર્તાલાપ: બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 6-00થી 7-00 ‘મેકિંગ મેડિટેશન વર્ક ફોર મી’ વિષય પર સિસ્ટર અલ્કાજીનો ઓનલાઇન વાર્તાલાપ યોજાયો છે. આ ઝૂમ ઇવેન્ટનો આઇડી - 968 0847 4664 અને પાસકોડ - 202225 છે. ફોન દ્વારા વાર્તાલાપમાં જોડાવા માટે ડાયલ કરોઃ 020 3481 5237 અથવા 013 1460 1196
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા બાલમ મંદિર અને ગુજરાતીસ ઇન યુકેના સહયોગમાં 6 માર્ચના રોજ સાંજે 7-00થી 9-00 હોળી પૂજાનું આયોજન થયું છે. સ્થળઃ 26બી ટુટિંગ હાઇ સ્ટ્રીટ SW17 0RG. વધુ વિગત માટે સંપર્કઃ પ્રવીણ/જનક અમીન - 07967013871 (માત્ર ટેક્સ્ટ અથવા વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરવો)
