સંસ્થા સમાચાર (અંક 4 મે 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• લોહાણા કોમ્યુનિટી - નોર્થ લંડન અને યંગ લોહાણા સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દ્વારા 1 મેના રોજ રાત્રે 8.00 વાગ્યે ‘ડિમિસ્ટીફાઇંગ આઇવીએફ’ વિષય પર ઓનલાઇન સેમિનાર યોજાયો છે. આ સેમિનારને જાણીતા ફર્ટિલિટી-આઇવીએફ નિષ્ણાત ડો. અલ્પેશ દોશી અને પ્રો. ભીખુ કોટેચા સંબોધશે. સેમિનારમાં જોડાવા માટે ઝૂમ આઇડીઃ 870 0497 7393 (પાસવર્ડઃ IVF2024) અથવા ફેસબુક પર લોગ-ઇન કરોઃ lcnlmahajan

• મહાવીર ફાઉન્ડેશનના પ્રતિષ્ઠા મહોત્સવની 12મી વાર્ષિક જયંતી પ્રસંગે 4 મેના રોજ સાંજે 6.00 વાગ્યે જેએફએસ સ્કૂલ (ધ મોલ, હેરો HA3 9T) ખાતે ડીનર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ પ્રમુખ નીરજ સુતરિયા [email protected]

• બાલમ મંદિર ખાતે 4 મેના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી થશે. આ પ્રસંગે સવારે 7.30 કલાકે કેસર સ્નાન, 10.30 કલાકે પાલના દર્શન, 12.00 કલાકે દર્શન, નિર્જન તથા ફૂલમંડલી, 12.15 કલાકે રાજભોગ આરતી, 12.20 કલાકે ધોતી ઉપરણા, 1.00 સર્વોત્તમ સ્તોત્ર પાઠ અને બપોરે 3.30 કલાકે આરતી થશે. આ પ્રસંગે પ્રસાદ વિતરણ થશે. સ્થળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL. વધુ માહિતી માટે સંપર્કઃ દેવયાનીબહેન - 079 291 65395 અથવા પ્રણાલીબહેન - 079 098 46860

સંસ્થા સમાચાર (અંક 4 મે 2024)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.