સરદાર પટેલની ૧૪૧મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ સંબંધિત ડોક્યુમેન્ટરીની રજૂઆત અને પ્રવચનોનો સમાવેશ થાય છે. હળવા રીફ્રેશમેન્ટ સાથે કાર્યકર્મનું સમાપન કરાશે.
લંડનઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ સંબંધિત ડોક્યુમેન્ટરીની રજૂઆત અને પ્રવચનોનો સમાવેશ થાય છે. હળવા રીફ્રેશમેન્ટ સાથે કાર્યકર્મનું સમાપન કરાશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આવો કાર્યક્રમ યોજાયો છે. આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતીથી એક સપ્તાહના સમયગાળાને સરદાર પટેલ સપ્તાહ તરીકે જાહેર કરેલ છે, જે રાષ્ટ્રીય એકતા સપ્તાહ તરીકે ઓળખાશે. વડા પ્રધાન મોદી આ સપ્તાહમાં મહત્ત્વના કાર્યક્રમો/ ઈવેન્ટ્સમાં હાજરી આપશે.

