સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ લિ. દ્વારા સ્થાપનાના ૧૫મા વર્ષની ઉજવણી કરાઇ

સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ...

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી વિજય ઠકરાર, જયશ્રી રૂઘાણી, સંજય રૂઘાણી, મનિષ બાબલા, તેહમીના મીરઝા, શીલા સવાણી અને શરદ ભગાની નજરે પડે છે.

ફાઇનાન્સ ક્ષેત્રે નામના ધરાવતી અગ્રણી ફર્મ 'સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ લિ.' દ્વારા સ્થાપનાના ૧૫મા વર્ષની ઉજવણી કરવા એક કોકટેઇલ રીસેપ્શન અને ડીનર કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૩૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ વેન્યુ ફાઇવ રેસ્ટોરંટ અને બેન્કવેટીંગ ખાતે કરવામાં આવ્યું હતું.

ફાઇનાન્સ ક્ષેત્રે નામના ધરાવતી અગ્રણી ફર્મ 'સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ લિ.' દ્વારા સ્થાપનાના ૧૫મા વર્ષની ઉજવણી કરવા એક કોકટેઇલ રીસેપ્શન અને ડીનર કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૩૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ વેન્યુ ફાઇવ રેસ્ટોરંટ અને બેન્કવેટીંગ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ કરતા વધારે આમંત્રીત મહેમાનો અને ફાઇનાન્સ અને બિઝનેસ ક્ષેત્રના અગ્રીણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

૨૦૦૨માં સ્થાપાયેલ સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ લિ.ના સંચાલકો સંજય અને જયશ્રી રૂઘાણીએ આ પ્રસંગે પોતાના ક્લાયન્ટ્સ અને સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો. સંજય રૂઘાણીએ જણાવ્યું હતું કે " અમારા પ્રોફેશ્નલ સહયોગીઅોના સહકાર અને માર્ગદર્શન વગરે અમે AAA રેટેડ સર્વિસ આપીએ છીએ તે આપવાનું અમારા માટે કદાચ શક્ય બન્યું નહોત અને તેમાં પણ મંદીના માહોલમાં અમે સારી સેવા આપવા સમર્થ બન્યા છીએ.”

તેમને આ પ્રસંગે પોતાના સહયોગીઅો મનિષ બાબલા, શરદ ભગાની, શીલા સવાણી, તેહમીના મીરઝા, વિજય ઠકરાર, SME બિઝનેસ ફાઇનાન્સ ક્ષેત્રના સહયોગીઅો નીલ હટ્ટન, તેમના પરિવારજનો અને પ્રકાશ જરીવાલાનો માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.