હે હાલોને.... આનંદ મેળામાં જઇએ: મોજ માણીએ ને જયાફત ઉડાવીએ...

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે.

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે વિખ્યાત એવા આનંદ મેળામાં સૌની તંદુરસ્તીની જાળવણી માટે આ વર્ષે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'માં ભારતની અગ્રણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોના અને વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા નિષ્ણાત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. જ્યારે આનંદ મેળાના અોફીશીઅલ કેટરર્સ તરીકે "દીલ્હી અોન ગો"ની પસંદગી કરવામાં આવી છે.

ગીત-સંગીત-નૃત્ય-મનોરંજનનો મહાસાગર

આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા આ મનોરંજક કાર્યક્રમોમાં બ્રિટનના જાણીતા ગાયક કલાકાર નવિન કુંદ્રા, કિશન અમીન, ૮ વર્ષના યુવાન ગાયક કલાકાર રેનીયા બેનર્જી, ૧૧ અને ૧૨ વર્ષના કલાકારો શ્રેયા અને વેદાંત તેમજ ૧૩ વર્ષના યક્ષ રાવલ, બિલેતે બેંગોલી ગૃપ અને લંડન શરદ ગૃપ દ્વારા સુમધુર ગીતો રજૂ કરાશે. બીજી તરફ અંશમિતા સહા કથક નૃત્ય, સંગીતા નાયક અને પ્રિયદર્શીની પાંડા અોડીસી નૃત્ય, પાયલ બાસુ અને ગૃપ ઇસ્ટ વેસ્ટ ફ્યુઝન નૃત્ય, કુંતલ ગૃપ બોલીવુડ ડાન્સ, આહના અને શિવાંગી દ્વારા નૃત્ય રજૂ થશે. તાજેતરમાં યુકેના સૌથી યુવાન યોગ ચેમ્પીયન તરીકે મેડલ મેળવનાર માસુમ ઇશ્વર શર્મા યોગના આસનો રજૂ કરશે. અોસ્ટ્રીઆના વિયેનામાં રહેતા અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપતા અંધ બહેન એન્ડ્રીઆના (અદિના) મહેન્દ્ર ગલાની પોતાના લત્તા મંગેશકર જેવા સુમધુર અવાજમાં ગીતો રજૂ કરશે.

જો આપ આનંદ મેળામાં ગીત-સંગીત કે અન્ય કોઇ કલા - કરતબ રજૂ કરવા માંગતા હો તો આજે જ કમલ રાવનો ઇમેઇલ [email protected] અથવા ફોન 07875 229 211 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

ખાણી-પીણી અને શોપીંગ

આનંદ મેળાના અોફીશીઅલ કેટરર્સ તરીકે "દીલ્હી અોન ગો" દ્વારા અવનવી ચટપટી પારંપરિક અને સ્વાદિષ્ટ વાનગીઅોનો રસથાળ વ્યાજબી ભાવે રજૂ કરાશે. આપ આનંદ મેળામાં ઘર સજાવટની વસ્તુઅો, સાડીઅો, સ્ત્રી-પુરૂષો માટે વેડીંગ કોસ્ચ્યુમ, મોદી સ્ટાઇલ જેકેટ, જ્વેલરી તેમજ વિવિધ ચીજ વસ્તુઅોનું શોપીંગ કરી શકશો તેમજ મેરેજ બ્યુરો, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો લઇ શકાશે.

આ વર્ષે યોજાનાર 'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા "હોપ ફોર ચિલડ્‌રન" (www.hope-for-children.org) છે જેને આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ ચેરીટી સંસ્થાને સુપ્રત કરવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો

સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને આપ નવા ગ્રાહકો મેળવી શકશો અને આપના વેપારની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. હવે ગણ્યા ગાઠ્યા સ્ટોલ જ બાકી રહ્યા હોવાથી પસ્તાવુ ન પડે તે માટે આજે જ આપનો સ્ટોલ બુક કરાવો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.

હે હાલોને.... આનંદ મેળામાં જઇએ: મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.