‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધા હવે તા. ૧ જુલાઇના રોજ યોજાશે

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, એજવેર, HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૭ વર્ષની વય સુધીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ૫ કે ૭ મિનિટ સુધી બોલવાનું રહેશે. વિજેતા વિદ્યાર્થીને આઇપેડથી લઇને અન્ય પ્રત્સાહક ઇનામો અપાશે. કેટલાક વાલીઅોની વિનંતીને ધ્યાનમાં લઇને અને વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકે તે આશયે ૧૭મી જૂન ૨૦૧૮ના રોજ યોજવામાં આવેલ આ સ્પર્ધા હવે તા. ૧ જુલાઇના રોજ થશે. ૧૦.૩૦થી ૧૧.૩૦ રીસેપ્શન અને રીફ્રેશમેન્ટ અને તે પછી સ્પર્ધા થશે.

માતૃભાષા ગુજરાતી વિષે જાગૃતી ફેલાય અને વધુને વધુ લોકો ગુજરાતી બોલે તેવો ‘ગુજરાત સમાચાર’નો સતત પ્રયાસ રહ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ તેમની ગુજરાતી શાળા મારફત પ્રવેશપત્ર ભરવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર (Certificate of Appreciation) આપવામાં આવશે. વિજેતા વિદ્યાર્થીની પસંદગી અંગે સ્વતંત્ર નિર્ણાયક સમિતિનો નિર્ણય આખરી રહેશે. વિજેતાની પસંદગી ભાષાશુદ્ધિ, વ્યાકરણ શુદ્ધિ, સ્વતંત્ર વિચારો, સમયમર્યાદા અને આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આપના પ્રવેશપત્ર તા. ૨૭-૬-૨૦૧૮ સુધીમાં ગુજરાત સમાચાર કાર્યાલયને મોકલવા વિનંતી છે. આ સ્પર્ધા વિષે વધુ વિગતો જાણવા અને ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે સહાય કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી છે.

કલ્પેશ પાંઢી - [email protected] / 0789 49 89 103

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177

કમલ રાવ [email protected] / 07875 229 211

‘મારા પિતા, મારી નજરે’ વિષય પર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.