તા. 02 ઓગસ્ટ 2025થી 08 ઓગસ્ટ 2025 સુધી

તા. 02 ઓગસ્ટ 2025થી 08 ઓગસ્ટ 2025 સુધી...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય સામાજિક તથા કૌટુંબિક ક્ષેત્રે ક્રાંતિકારક જણાય. અટવાયેલા કાર્યો આગળ વધે સાથે જ લાભદાયી સ્થિતિ જોવા મળે. આપ જો પરદેશગમનના પ્રયત્નો કરતા હશો તો તેમાં સફળતા સાંપડે. પારિવારિક બાબતોમાં સાનુકૂળતા જળવાઈ રહે. આરોગ્ય સામાન્ય રહે. જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ધર્મનું પાલન કરશો તેટલી વધારે સફળતા મળશે. જોકે સતત કાર્યશીલ રહેવું પડશે. વિલંબ બાદ સફળતા જોવા મળે. સાથે જ અવનવી તકો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. નવીન રોકાણ કરવાથી લાભ જણાય. ભાગીદારીમાં વ્યવસાય હોય તો સંયમ રાખવો સલાહભર્યું છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ રહેશે. ધારેલી સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતી જણાય. સંપત્તિ અંગેના આયોજનમાં ધીરજપૂર્વક આગળ વધશો તો લાભમાં રહેશો. આર્થિક આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે. યાત્રા-પ્રવાસના યોગો બળવાન જણાય છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન એકંદરે માનસિક શાંતિ જળવાઈ રહે. કોર્ટ-કચેરીના કામકાજોનો ઉકેલ જણાય. સાથે જ નવા મૂડીરોકાણથી લાભ થશે. આરોગ્યના પ્રશ્નોનું સમાધાન મળતું જણાશે. દેવું હોય તો આ સમયમાં ચૂકતે કરી શકશો. પ્રેમસંબંધોમાં સાવધાની રાખવી જરૂરી. અભ્યાસ માટે સમય સાથ આપતો જણાય.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન ખોટા ખર્ચાઓથી સાવધાન રહેવું અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા વાદવિવાદ ન કરવા. આપના ધારેલા કાર્યો વિલંબ બાદ સફળ થતા જણાય. આ સપ્તાહે આકસ્મિક ધનલાભ થતો જણાય. સાહસથી જ સિદ્ધિ મળશે તે યાદ રાખવું. નોકરી-ધંધામાં પ્રશ્નોનો ઉકેલ મળતો જણાશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ નવીન કાર્યોનો પ્રારંભ થશે. ગૃહપ્રવેશના યોગ બને. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે, પરંતુ ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી. દાંપત્યજીવનમાં વાદવિવાદથી દૂર રહેજો. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે. સંતાનો સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું.
• તુલા (ર,ત)ઃ મનના મનોરથો સાકાર થતાં જણાય. જોકે ખોટા મોટા સાહસો ન કરવા તથા ખૂબ જ વિચારપૂર્વક નવું મૂડીરોકાણ કરવું. આર્થિક સામાજિક બાબતે નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ યાત્રા. પ્રવાસમાં આરોગ્યની ખાસ કાળજી લેવી રહી.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન વાદવિવાદથી દૂર રહેવું જરૂરી. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા સાંપડે. અતિવિશ્વાસથી કોઇ કાર્યો ન કરવા. મૂડીરોકાણ થઈ શકે છે. માંગલિક કાર્યો થાય. દામ્પત્યજીવન સુખમય રહે. અવિવાહિતો માટે ઉત્તમ સમય. પરદેશથી શુભ સમાચાર મળવાની સંભાવના
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે આર્થિક લાભ ઘણો રહેશે. કોર્ટકચેરીના કામોમાં સફળતા મળશે. કુટુંબમાં જતું કરવાની ભાવના રાખવી. જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થઈ શકે. શેરસટ્ટાથી દૂર રહેશો. નોકરી-ધંધામાં યોગ્ય ફાયદો થતો જણાશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં કોઈની ખોટી લાલચમાં ન આવી જવું. નવા રોકાણમાં પણ સાચવીને આગળ વધવું. સામાજિક માન-સન્માન મળશે. નોકરી-ધંધામાં અવનવી તકો આવશે. આરોગ્યની ઉપેક્ષા ટાળજો. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ જીવનસાથી સાથે મતભેદ ઊભા ન થાય તેની કાળજી લેશો. જટિલ પ્રશ્નોનો વડીલ વર્ગ સાથે બેસીને સુખદ નિવેડો લાવવા પ્રયત્નો કરો. નાણાકીય વ્યવહારો માટે નબળો સમય રહેશે. આવક કરતાં જાવકમાં વધારે રહેશે. કુટુંબમાં જતું કરવાની ભાવના રાખશો તો દામ્પત્યજીવનમાં મુશ્કેલી નહીં આવે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે ખોટી આદતોથી દૂર રહેવું સલાહભર્યું છે. કોઈના પર વિશ્વાસ મૂકવો નહીં. આર્થિક સંકડામણો દૂર થશે, પરંતુ ખોટા ખર્ચા ન થઇ જાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવું રહ્યું. દામ્પત્યજીવનના મતભેદ દૂર થશે. આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. લોન-કરજ કરીને મૂડીરોકાણ ન કરવું સલાહભર્યું છે.

તા. 02 ઓગસ્ટ 2025થી 08 ઓગસ્ટ 2025 સુધી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.