તા. 04 એપ્રિલ 2026થી 10 એપ્રિલ 2026 સુધી

તા. 04 એપ્રિલ 2026થી 10 એપ્રિલ 2026 સુધી...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં સદ્ધરતા મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ હવે થોડી રાહત મેળવશો. વ્યાપારી દૃષ્ટિકોણથી થોડીઘણી વિપરિત પરિસ્થિતિઓને લઈને ચિંતા રહેશે. થોડી મુશ્કેલીઓ પણ વધતી જોવા મળે. પરિવાર અને કુટુંબીજનો સાથે ઘણો સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ થોડું વ્યસ્ત પસાર થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે કોઈપણ જાતના નિર્ણયો આવેશ કે ગુસ્સામાં લેશો નહીં. તમારા કાર્યને યોગ્ય દિશા આપવા માટે કોઈ સલાહકારની મદદ લેશો તો થોડાઘણા અંશે સફળતા મેળવી શકશો. જીવનસાથી અથવા ભાગીદારોની મદદ દ્વારા આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. નોકરીના કામકાજથી બહારગામની મુસાફરી કરવી પડે. કરિયરને લઈને થોડીઘણી ચિંતા રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂઆત થોડી ધીમી જણાય પરંતુ અંત સુધીમાં તમારા રોકાયેલા કામકાજને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આર્થિક મજબૂતી વધતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં નાણાકીય ખેંચને પહોંચી વળવા માટેના રસ્તાઓ ખુલતા જોવા મળશે. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડી મુશ્કેલીઓ વધે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરી શકે છે. લગ્નપ્રસંગને કારણે થોડી દોડધામ વધશે.
• કર્ક (ડ,હ)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓ વધતી જોવા મળશે. જોકે એની અસર તમારા કામકાજ ઉપર પડવા દેશો નહીં. તમારો કામ પ્રત્યેનો ઉત્સાહ અને સક્રિયતા સારી સફળતા અપાવશે. આર્થિક મોરચે આવકજાવકનું પ્રમાણ સરખું રહેશે. નાણાકીય બાબતે કાળજી જરૂરી. વ્યવસાયમાં ભાગીદારો સાથે થોડી રકઝક થઈ શકે છે. નોકરીમાં ઉન્નતિ-પ્રગતિના યોગ રહેશે. કોર્ટ-કચેરીને લઈને હજી થોડી નિરાશા જોવા મળે.
• સિંહ (મ,ટ): ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈ હવે આગળ વધવાની જરૂરત રહેશે. સુખ-દુઃખની પરિસ્થિતિમાં જો સમતુલા જાળવી રાખશો તો દરેક પરિસ્થિતિનો સફળતાથી સામનો કરી શકશો. વ્યવસાય-નોકરીમાં આ સપ્તાહના ગ્રહયોગો શુભ પરિણામ આપનારા છે. નોરિયાત વર્ગને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. નાણાકીય બાબતે થોડી ચિંતાઓ હવે ઓછી થાય. જો શક્ય હોય તો એકાદ-બે દિવસનો બ્રેક લઈને થોડો સમય કુટંબીજનો સાથે વિતાવો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડી વધુ કાળજી રાખવા સલાહ છે. આર્થિક ક્ષેત્રે આ સપ્તાહમાં કોઈ જૂના રોકાણો દ્વારા ફાયદો મેળવશો. વ્યવસાય-ધંધામાં કોઈ મહત્ત્વના નિર્ણયો થકી જરૂરી ફેરફાર લાવી શકાય. વિદ્યાર્થીઓને ડેડલાઈનને મામલે થોડું પ્રેશર વધતું જોવા મળશે. ઘરમાં આવનારા પ્રસંગોને લઈને કામકાજમાં પણ હવે થોડી ઝડપ લાવવી જરૂરી રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં કોઈ નવી કાર્યરચનાની શરૂઆત થઈ શકે છે, જે લાભદાયક પુરવાર થશે. નાણાકીય પ્રશ્નોને મુદ્દે યોગ્ય માર્ગ મળતો જોઈ શકશો. જોકે શેરસટ્ટા કે ખોટા લોભથી દૂર રહેવું જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને થોડો કાર્યભાર વધતો જોવા મળે. ધંધા-વ્યાપારમાં પરિસ્થિતિની અનૂકૂળ રહી કામગીરી કરવી સલાહનીય રહેશે. દામ્પત્યજીવનની ખટાશ હવે દૂર થાય. આનંદ અને સહકારનું વાતાવરણ જોઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે પુરુષાર્થ પણ એટલો જ કરવો પડશે. માનસિક બેચેની-ચિંતાને કારણે થોડી અસ્વસ્થતતા લાગશે. નાણાકીય રીતે પણ થોડી કાળજી રાખવી. નોકરી-ધંધા માટે સમય એકંદરે સાનુકૂળ રહેશે. વિરોધીઓ સામે જીત મેળવી શકશો. મકાન-મિલકત અંગેના પ્રશ્નો યથાવત્ રહેશે. કુટુંબીજનોનો સાથ-સહકાર મેળવી શકશો.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે. જો કોઈ વ્યસન હોય તો હવે તેમાંથી બહાર આવી જવાનો સમય છે, નહીં તો આ ખરાબ ટેવ તમારી સાથે તમારા પરિવાર માટે પણ નુકસાનદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિ જૈસે થે રહેશે. કામકાજના ક્ષેત્રમાં આવશ્યક ફેરફારનો ત્વરિત અમલ જરૂરી. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ શુભદાયી સાબિત થાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે ભાગ્યોદયનો યોગ છે. ઘણાંખરાં અટવાયેલા કામકાજો પૂર્ણ થતાં જોઈ શકશો. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી પણ દૂર થાય. નોકરિયાતને પ્રમોશન મળવાના યોગ બળવાન બને છે. આવક વધારવાના તમારા પ્રયત્નો હવે સફળ થાય. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. નજીકના સમયમાં ઘર-પરિવારમાં કોઈ શુભ પ્રસંગો આવી શકે છે. સંતાનના લગ્નવિષયક બાબતે પરિણામ શુભ જોવા મળે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી હવે છૂટકારો મેળવી શકાય. તમારે નિયમિત કસરત ઉપરાંત ડાયેટ ઉપર થોડું વધુ ધ્યાન આપવું પડશે. આ સપ્તાહમાં બિનજરૂરી ખર્ચા પર થોડો કંટ્રોલ લાવવો જરૂરી રહેશે. ધંધા-ઉદ્યોગમાં નવા લક્ષ્ય નક્કી કરી આગળ વધો. સમય તમારી સાથે જ રહેશે. વિદ્યાર્થીઓએ શિક્ષણ સંબંધિત પ્રશ્નો ઉકેલવા માટે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરવી જરૂરી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું ધીમું, પણ પ્રગતિકારક સાબિત થશે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવશો. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ભવિષ્યની પરિસ્થિતિને વિચારીને આગળ વધવું જરૂરી. આર્થિક મામલે આપનું આ સપ્તાહ ઘણું સારું છે. સોનું-ઝવેરાત, મકાન કે કોઈ સંપત્તિમાં રોકાણના યોગ છે. નોકરીમાં તમારી પ્રગતિ કદાચ બીજા જોઈ શકે નહીં. તમને નીચા પાડવા માટે વિરોધીઓ કોઈ પણ હદે જઈ શકે છે, જેની કાળજી રાખવી.

તા. 04 એપ્રિલ 2026થી 10 એપ્રિલ 2026 સુધી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.