તા. 11 ઓક્ટોબર 2025થી 17 ઓક્ટોબર 2025 સુધી

તા. 11 ઓક્ટોબર 2025થી 17 ઓક્ટોબર 2025 સુ...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલા તેનાં નેગેટિવ અને પોઝિટિવ પાસાં ચકાસી લેશો. અજાણ્યા લોકો ઉપર તુરંત વિશ્વાસ મૂકશો નહીં. નાણાકીય જોગવાઈ કરવા માટે થોડી દોડધામ વધારે કરવી પડે. વ્યાપાર વિસ્તારની યોજના વિચારતા હો તો હવે સમયની સાનુકૂળતા થાય. પારિવારિક વાતાવરણ ખુશમિજાજ રહેશે. માંગલિક પ્રસંગો યોજાય. નોકરિયાત વ્યક્તિઓને કામ બાબતોમાં ચિંતા વધતી જોવા મળે. મકાન રિનોવેશન માટેની શકયતાઓમાં કામકાજ આગળ વધારી શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો એમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ શોધવામાં હવે સફળતા મળે. જે વ્યક્તિઓ સાથે કામકાજ કરી રહ્યા છો એ કદાચ તમને સાથ ન આપે, પરંતુ તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં આંખ સંબંધિત તકલીફ જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાની-નાની દરેક બાબતોમાં ધ્યાન રાખીને કામગીરી કરવી જરૂરી. જીવનસાથી સાથે સુખદ પળ વિતાવી શકશો. નાનો પ્રવાસ પણ કરી શકો છો.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ કારણથી તમારું મન મૂંઝવાયેલું જોવા મળે. અસુરક્ષા અનુભવાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ અંગત વ્યક્તિની મદદ લઈ શકો છો. તમારા મનની વાત કોઈના સાથે શેર કરો. નોકરીમાં કોઈ ખાસ પ્રોજેક્ટસ ઉપર તમારા મંતવ્યો અને કૌશલ્ય બતાવી શકો છો. આર્થિક સ્થિતિ હવે વધુ સદ્ધર બનતી જોઈ શકશો. ઈમિગ્રેશનને લગતી બાબતોમાં કોઈના પર એકદમ વિશ્વાસ મૂકીને કામગીરી કરશો નહીં.
• કર્ક (ડ,હ)ઃ માનસિક સુખ-શાંતિ જળવાયેલાં રહે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધુ મજબૂત બનાવી શકશો. આપના કોઈ ખાસ કાર્યોમાં પણ સફળતા મેળવી શકશો. ભાઈ-બહેનો સાથે ખુશીની પળો માણી શકશો. આર્થિક બાબતોમાં તમારી ચિંતાઓ હવે દૂર થાય. તેમ છતાં જોઈજાળવીને ખર્ચો કરશો. નોકરિયાત વ્યક્તિઓને નવી જગ્યાઓ પર પોતાનું કૌશલ્ય બતાવવાની તક પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં પાર્ટનરશિપથી સાચવવું. નુકસાન નથી, પરંતુ કોઈ મોટા વિવાદમાં ફસાય ન જાવ તેની કાળજી જરૂરી.
• સિંહ (મ,ટ): કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવશો. આર્થિક રીતે હવે સમય સારો રહેશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવશો. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથેના કામની રકઝકમાં પડશો નહીં, નહીં તો સંબંધોમાં દરાર આવી શકે છે. મકાનના રિનોવેશનના કામકાજમાં ખાસ કાળજી રાખવી રહી. નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવાની પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્તનું પાલન જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથે સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારી ઉપર આવી પડશે. સંતાનોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળતા મળશે.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન છે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજના બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિઓને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિપેરીંગ કામકાજમાં સફળતા મેળવી શકશો. કોર્ટ-કચેરીમાં વ્યવસ્થિત ડોક્યુમેન્ટ્સ રજૂ કરશો તો વિજય પ્રાપ્ત કરશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારોને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું. થોડું આત્મચિંતન પણ જરૂરી રહેશે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક મળશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પરંતુ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓના સપનાં સાકાર થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં ઘણાં ઉતાર-ચડાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. માનસિક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોને હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે હજી થોડા ખર્ચાઓ ઉપર સંયમ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાં હવે રાહત મળે.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે હવે દિનચર્યામાં થોડોક ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ આત્મચિંતન થકી પરિસ્થિતિ સુધારી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડી દો. નાણાકીય મામલે કોઈ મુશ્કેલી દેખાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારજો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મનની ઇચ્છાઓને વ્યક્ત કરો. મનમાંને મનમાં મૂંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલવી રહી. નાણાકીય મામલે હવે તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. આગળનું વિચારીને ખર્ચા કરજો. વ્યાપાર-નોકરી ક્ષેત્રે કામગીરીમાં વધુ ચોકસાઈ જરૂરી. કોઈ પણ જાતના નિર્ણયો લેતાં પહેલાં એના પર પૂરતો અભ્યાસ કરી આગળ વધો. સામાજિક તેમજ રાજકીય ગતિવિધિ વધે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આર્થિક ચિંતાને કારણે કેટલાક નિર્ણયો લેવામાં મુશ્કેલી લાગે. મિલકત સંબંધિત વ્યવહારો સાચવીને કરશો તો આ મુશ્કેલીમાંથી બહાર નીકળશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થાય. કોઈ સારી ઓફર મળશે. વ્યવસાયિક કામગીરી હવે પૂરજોશથી આગળ વધી શકશે. પરિવાર અને વ્યવસાયિક બાબતો અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.

તા. 11 ઓક્ટોબર 2025થી 17 ઓક્ટોબર 2025 સુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.