તા. 14 જૂન 2025થી 20 જૂન 2025 સુધી

તા. 14 જૂન 2025થી 20 જૂન 2025 સુધી...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ અઠવાડિયે તમને શારીરિક અસ્વસ્થતા વર્તાશે. તમારી આવકમાં વધારો થશે. યાત્રા-પ્રવાસમાં જવાના ચાન્સ વધારે છે. પરિવારમાં તકરાર કે મતભેદની નકારાત્મક અસર માનસિક ખલેલ તમારી કારકિર્દીને પણ ડિસ્ટર્બ કરી શકે છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં શારીરિક તથા માનસિક બીમારી થઈ શકે છે. જોકે તમારે વધુમાં વધુ ખુશ રહેવાનો પ્રયત્ન કરવો રહ્યો. આ સપ્તાહમાં તમારી વગર વિચારી જોખમી યોજનાઓથી નાણાંની જાવક વધી શકે છે. તમારા પરિવારના સભ્યનું અચાનક કથળેલું સ્વાસ્થ્ય તમને તાણ અને ચિંતામાં મૂકી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થવા છતાં, તમારું એનર્જી લેવલ ડાઉન થતું જણાશે. થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોખમી નિર્ણયો લેવાનું ટાળો તે સલાહભર્યું છે. વડીલો સાથે વાત કરવાનો ઉપાય અજમાવો. લવલાઇફના મામલે સમય વધુ સારો રહેશે.
• કર્ક (ડ,હ)ઃ અઠવાડિયાની શરૂઆત તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ કહી શકાય નહીં. જોકે સપ્તાહના અંતમાં તેમાં સુધારો થતો જોવા મળશે. મિલકત અને નાણાકીય વ્યવહાર માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ છે. જોકે મોટું મૂડીરોકાણ કરવાનું ટાળવું. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાના યોગો ખૂબ વધારે છે. ઇચ્છા સફળ થશે.
• સિંહ (મ,ટ): આરોગ્યની દૃષ્ટિએ જોઇએ તો, આ સમયગાળામાં પ્રાણાયામ કરીને તમે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. તમે જો મહેનત કરશો તો અવશ્ય ફળની પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો છે. નોકરી-વ્યવસાય કરતાં લોકોને તાણ અનુભવાશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું સ્વાસ્થ્ય આ અઠવાડિયે પહેલાં કરતાં ઘણું સારું થશે. અનિચ્છનીય ખર્ચ થવાની સંભાવના છે. જોકે આવકમાં સતત વધારો થતો જોવા મળશે. પ્રેમસંબંધમાં કોઈ વિવાદ સર્જાયો હોય તો એનું નિરાકરણ આવશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે મહેનત વધુ કરવી પડશે.
• તુલા (ર,ત)ઃ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. ક્રોનિક રોગોથી મુક્તિ મળશે. મન પ્રસન્ન રહેશે. પૈસા બચાવવા જરૂરી બનશે. તમારા નાના ભાઈભાંડુને સફળતા સાંપડશે. લવલાઈફમાં ખુશીનું આગમન થશે. બેરોજગાર લોકોને નોકરી લાગવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે તમારે તમારી ક્ષમતા કરતાં વધારે કામ કરવાનું ટાળવું રહ્યું. આ સમય દરમિયાન તમારે રિલેક્સ થવા માટે વધુ સમય ફાળવવો રહ્યો. નાણાં સંબંધિત અનેક સમસ્યાઓને કારણે તમે ચિંતિત રહેશો. પ્રેમમાં પડેલા જાતકો માટે સમય સારો છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા પર વધારે કામનું ભારણ તમારી સ્વાસ્થ્યને વિક્ષેપિત કરી શકે છે. પાછલા રોકાણથી પૈસા મળશે. વાહન ખરીદવાનું અધૂરું સ્વપ્ન સાકાર થતું જણાશે. તમારી લવલાઈફમાં થોડોક મુશ્કેલ સમય છે. બોસની નજરમાં તમારી નકારાત્મક છબી ઊભી થઈ શકે છે.
• મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં અનિચ્છનીય ખર્ચમાં વધારો થઈ શકે છે. યાત્રા કરવાના યોગો ખૂબ સારા છે. અલબત્ત, સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન ધરવું રહ્યું. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. પિતાની સલાહ લઈને કામ કરશો તો ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ જે જાતકોએ 50 વર્ષની ઉંમર વટાવી લીધી છે તેમને પાચન સંબંધિત રોગોથી છૂટકારો મળશે. જીવનમાં આર્થિક પાસાંને મજબૂત કરવા માટે વડીલોની સલાહ લેવી સલાહભર્યું છે. પ્રેમ સંબંધો ધરાવતી વ્યક્તિઓ માટે લગ્ન કરવાના યોગ બળવાન છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહેશે. અઠવાડિયાની મધ્યમાં વર્કલોડ વધી શકે છે. નાણા સંબંધિત નુકસાન થઈ શકે છે. મિત્રો સાથે સંબંધો રાખવાથી મુશ્કેલીઓનો હલ લાવી શકાશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે.

તા. 14 જૂન 2025થી 20 જૂન 2025 સુધી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.