તા. 16 સપ્ટેમ્બર 2023થી 22 સપ્ટેમ્બર 2023 સુધી

તા. 16 સપ્ટેમ્બર 2023થી 22 સપ્ટેમ્બર...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન કોઈ પણ નિર્ણય ઉતાવળે નહીં લેવા સલાહ છે. ખૂબ જ વ્યસ્તતાવાળું સપ્તાહ. આપની જીવનશૈલીમાં પણ બદલાવ આવતો જણાય. નવા મિત્રો તેમજ નવા લોકો થકી કામગીરી કે ધંધામાં ફાયદો થાય. વ્યવસાયિક રીતે થોડા પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડશે. નોકરીના ક્ષેત્રમાં સમયની સાનુકૂળતાને કારણે પ્રગતિ શાધી શકાશે. પ્રોપર્ટીની ખરીદી માટે સમય સારો છે. સ્વાસ્થ્યના બાબતમાં થોડી વધુ કાળજી માંગી લેતો સમય. વિદ્યાર્થી વર્ગને સારી એવી નવી તકો પ્રાપ્ત થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆત સામાન્ય રહેશે, પણ સપ્તાહના મધ્યભાગમાં ક્યાંકથી અણધાર્યા લાભ મેળવશો. રોકાયેલા કે અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. આરોગ્યની દૃષ્ટિએ કોઈ ચિંતા રહેશે નહીં. થોડો કામનો બોજો રહેશે. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણાં સારા કાર્યો પાર પાડી શકશો. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારોથી થોડું સાચવીને રહેવું જરૂરી. નવી જોબ ઓફર પણ આવી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સમય થોડો મધ્યમ છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રખાવે. નાણાકીય રીતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. વ્યવસાયિક કાર્યોમાં થોડું જોઈજાળવીને આગળ વધવું. ભાગીદારીથી નુકસાનીનો ભય રહેશે. મકાન-મિલકતની ખરીદી માટે યોગ સારો છે. શેરબજારમાં પણ રોકાણ કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થાય. આપના કાર્યોની પ્રશંસા થાય. વિદ્યાર્થીઓને વધુ મહેનત માટે સૂચવતો સમય. મિત્રો સાથેના વાદ-વિવાદમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું.
• કર્ક (ડ,હ)ઃ ઘણાં સમયથી અટવાયેલા પ્રોજેક્ટ ઉપર કામ આગળ વધારી શકશો. કાર્ય ભાર વધશે અને ચિંતા ઘટશે. નાણાકીય દૃષ્ટિએ પણ કોઈ ખાસ ટેન્શન રહેશે નહીં. આવકવૃદ્ધિના સાધનો ઊભા કરી શકશો. વ્યવસાય-ઉદ્યોગમાં નવીન તકો હાથ લાગે, ભાગીદારીથી કોઈ નુકસાન નથી. પરંતુ જોઈ-જાળવીને આગળ વધવું જરૂરી. નોકરિયાત વ્યક્તિઓને હજી થોડી વધુ મહેનત કરવી પડશે. પ્રવાસ-પર્યટનના યોગ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. લગ્ન વિષયક બાબતોની ચર્ચા પરિવારમાં શરૂ થાય.
• સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન અધિકારો માટે અડગ થઈને લડાઈ લડવી પડશે. કાર્યક્ષેત્રે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવી શકે છે. મોટી સફળતા તમારા પક્ષમાં આવી શકશે. નોકરીની શોધખોળ કરનારા માટે પણ સમય સફળ પુરવાર થાય. આર્થિક સદ્ધરતામાં વધારો જોવા મળે. લકઝુરિયસ વાહન કે મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ પ્રાપ્ત થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડી સાવચેતી રાખવી જરૂરી. માંગલિક પ્રસંગોનું આયોજન થશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો આ સમય ધન-પ્રતિષ્ઠાને વિષયક સાધારણ લાભને બાદ કરતાં થોડો પ્રતિકૂળ અને બેચેનીવાળો પસાર થાય. ખર્ચાઓ ઉપર કાપ મૂકવો આવશ્યક જરૂરી. નહીં તો મોટી નુકસાની ભોગવવી પડે. ઉતાવળે નિર્ણય ન લેવાનું સલાહભર્યું રહેશે. પારિવારિક જવાબદારીનો ભાર વધે. વ્યવસાય જગતમાં પણ કામનું ભારણ આવી પડશે. જોકે કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારા પરિણામવાળો રહેશે. પ્રવાસ-પર્યટનના યોગ છે.

• તુલા (ર,ત)ઃ માનસિક શાંતિ અને સ્વસ્થતામાં વધારો થાય. કોઈ અલૌકિક શક્તિનો અહેસાસ આપને આનંદનો અનુભવ કરાવે. કોઈ મોટી મુશ્કેલી કે આફત ઉદ્યોગ કે વ્યવસાય જગતમાં રહેશે નહીં. છતાં કામગીરી જોઈજાળવીને આગળ વધારવી. વડીલોની સલાહ મહત્ત્વની સાબિત થાય. વિદ્યાર્થીઓ મનની એકાગ્રતા વધારવા માટે સાચા રસ્તા અપનાવશો તો સફળતા હાંસલ કરી શકશે. આર્થિક રીતે મોટા લાભ પ્રાપ્ત થઈ શકે એવા યોગો છે. સંતાનના લગ્નની ચિંતાઓ દૂર થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે લાભ અને સફળતા આપના કદમ ચૂમશે. સમાજમાં આપનું નામ રોશન થાય એવા કાર્યો હાથ લાગશે. નાણાકીય રીતે પણ લાભદાયક સમય છે. નોકરિયાત વર્ગને લાંબા સમયની મહેનતનું પરિણામ પ્રાપ્ત થાય. ઉદ્યોગજગતમાં સારાં એવા નવા રોકાણો થકી લાભ થાય. નોકરી-વ્યવસાયને કારણે પ્રવાસ-દોડધામ વધુ સક્રિય થાય. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનતનું સૂચન રહેશે. પારિવારિક સંબંધો મજબૂત થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં કારકિર્દીને અનુલક્ષીને મહત્ત્વના ફેરફારો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો થકી કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળશે. નાણાકીય ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો અંત આવે. ભવિષ્યની યોજનાઓને લઈને મહત્ત્વના નિર્ણયો લેવા પડે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
• મકર (ખ,જ)ઃ ગ્રહયોગોના પ્રભાવને કારણે કાર્યમાં પ્રગતિ સાથે સફળતા પ્રાપ્ત કરી શકશો. દરેક પડકાર સ્વિકારીને તેને પૂર્ણ કરવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સહકર્મચારી અને ભાગીદારના સહયોગથી સારી સફળતા પ્રાપ્ત કરશો. નવા વ્યવસાયના પાયા નંખાય. આર્થિક સદ્ધરતા વધુ મજબૂત બનશે. વ્યવસાયના ક્ષેત્રોમાં વ્યવસ્તતા વધે અને સખત મહેનતની જરૂર પડશે. સંતાનવાંચ્છુના ઘરે પારણું બંધાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો મધ્યમ રહેશે. મનમાં ઉચાટનો અનુભવ તથા બેચેની રહે. શારીરિક સ્વસ્થતામાં થોડી વધુ કાળજી જરૂરી બને. આર્થિક ક્ષેત્રમાં પરિસ્થિતિ યથાવત્ રહે. નહીં નફો, નહિ નુકસાનનું સૂત્ર લાંબા સમય સુધી યથાવત્ રહે. કાર્યક્ષેત્રે ઉપલા અધિકારી સાથે મતભેદ ટાળવા સલાહભર્યું રહેશે. કૌટુંબિક મિલકત સંબંધી સમસ્યાઓનો અંત આવે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય સુખમય પસાર થાય. આકસ્મિક ધન-લાભ આનંદમાં વધુ ઉમેરો કરે. કોઈક જૂના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સમાજમાં પ્રશંસાને પાત્ર બનશો. વ્યવસાયિક કામગીરી સફળતાપૂર્વક પાર કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં અનુભવ અને આત્મવિશ્વાસ કાર્ય સફળતાનું કારણ બનશે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરશો.

તા. 16 સપ્ટેમ્બર 2023થી 22 સપ્ટેમ્બર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.